Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

નરેન્‍દ્રભાઈને જોનસને કહ્યું, મે આટલું આનંદદાયક સ્‍વાગત ક્‍યારેય જોયુ નથીઃગુજરાતનો આભાર

ગુજરાતની મહેમાનગતિ જોઈ ઓવારી ગયા બ્રિટનના વડાપ્રધાનઃ મીડિયા સાથે વાતચીતમાં ભરપુર વખાણ કર્યા

નવી દિલ્‍હ, તા.૨૨:  બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોન્‍સન બે દિવસ ભારતના પ્રવાસે આવ્‍યા છે. આજે તેઓ દિલ્‍હી પહોંચી ગયા છે. જયાં પીએમ મોદી સાથે તેઓ મિટીંગ કરશે. પરંતુ તે અગાઉ સૌ પ્રથમ તેઓ ગુજરાત આવી પહોંચ્‍યા હતા.ᅠ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેઓનું ઢોલ નગારા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેઓએ ગુજરાતની વિવિધ જગ્‍યાની મુલાકાત લીધી. ગુજરાતમાં તેમનું ઉમળકાભેર સ્‍વાગત કરવા બદલ ખુશખુશાલ જણાયા. આજે જયારે તેઓ પીએમ મોદીને મળવા પહોંચ્‍યા તે અગાઉ મીડિયાને સંબોધન કરતા ગુજરાતના ભરપેટ વખાણ કર્યા.

બોરિસ જહોન્‍સને ભારતની મુલાકાત અંગે મીડિયા જણાવ્‍યું કે મે ક્‍યારેય વિચાર્યુ ન હતું કે ભારત અને યુકે વચ્‍ચે પહેલા આવા મજબૂત રિલેશન રહ્યા હોય જેટલા અત્‍યારે છે. તો સંબોધનમાં તેઓએ ગુજરાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતમાં તેઓની આગતા સ્‍વાગતાને લઇને તેમણે ગુજરાતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે ખાસ કરીને હું ગુજરાતનો આભાર માનવા માંગુ છું. ગુજરાતમાં મારુ અદભૂત સ્‍વાગત કરવામાં આવ્‍યું, મે આટલું આનંદદાયક સ્‍વાગત ક્‍યારેય જોયુ નથી.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલે વહેલી સવારે ગુજરાતના અમદાવાદમાં પહોંચ્‍યા હતા., જયાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્‍વાગત કરાયું હતું. વડાપ્રધાન બોરિસ જહોન્‍સનના આગમનને લઈને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્‍તા પર સ્‍વાગત માટેના સ્‍ટેજ તૈયાર કરાયા હતા. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્‍સ પણ લગાવવામાં આવ્‍યા હતા. બીજી તરફ ગુજેસલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્‍વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુ.કેનો ધ્‍વજ લઈને ઉભા હતા.

જયાં તેઓનું આશ્રમના સંચાલકો દ્વારા સુતરની આંટી પહેરાવીને ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બ્રિટનના પીએમ બોરિસ જોનસનᅠ ગાંધી આશ્રમ પહોંચતા ત્‍યાં તેમનું મંત્રોચ્‍ચાર સાથે સ્‍વાગત કરાયું હતું..અહીં તેમને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને રેંટિયો કાંતી ગાંધી મૂલ્‍યોને સમજવાનો પ્રયત્‍ન કર્યો હતો..ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન તેમને પોતાનો અનુભવ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખ્‍યો હતો.તથા આ દરમિયાન ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તેમને ભેટ પણ આપી હતી.

(3:05 pm IST)