Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

૧૯ વર્ષના દિવ્‍યાંગ સ્‍વિમિંગ ચેમ્‍પિયનનું નિધન

હૃદયની બિમારી હતી, સારવારના અભાવે અવસાનઃ પરિવારજનોએ તમામ આવક ખર્ચી નાખી હતીઃ આ સ્‍વીમરે ૩૦ મેડલ જીત્‍યા હતા

 

 

નવી દિલ્‍હીઃ બંગાળના હાવડા જિલ્લામાં રહેતા ૧૯ વર્ષના પેરા- સ્‍વિમિંગ ચેમ્‍પિયન અમર્ત્‍ય ચક્રવર્તીનું દિલ્‍હીની હોસ્‍પિટલમાં સડન કાર્ડિયો રેસ્‍પાયરેટરી અરેસ્‍ટ'ને કારણે અવસાન થયું છે.

દિવ્‍યાંગ સ્‍વિમરો માટેની રાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં તે કુલ ૩૦ મેડલ જીત્‍યો હતો. તેને હૃદયની જે બીમારી હતી. એની સારવાર દિલ્‍હીની એઈમ્‍સમાં અથવા ઈંગ્‍લેન્‍ડ યા અમેરિકામાં સંભવ હતી અને વિદેશમાં સારવાર માટે ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થા એમ હતો. મહિને માત્ર ૧૮,૦૦૦ રૂપિયા કમાતા તેના પિતા અમિતોર્ષ પોતાની બધી કમાણી પુત્રની સારવાર પાછળ ખર્ચી નાખી હતી

(3:12 pm IST)