Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

સેન્સેક્સમાં ૭૧૪, નિફ્ટીમાં ૨૨૧ પોઈન્ટનો મોટો કડાકો

શેરબજારમાં સપ્તાહના છેલ્લા કરોબાર દિવસે તેજીને બ્રેકઃછેલ્લા કેટલાક દિવસની તેજી બાદ રોકાણકારો ધોવાયા

        મુંબઈ, તા.૨૨: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને અંતે એક દિવસના કારોબાર બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૭૧૪ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકા ઘટીને ૫૭,૧૯૭ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૨૨૧ પોઈન્ટ ઘટીને ૧૭,૧૭૨ પર બંધ થયો હતો.

અગાઉ, શેરબજારના બંને સૂચકાંકો આગલા દિવસના ફાયદા પર બ્રેક લગાવીને લાલ નિશાન પર ખુલ્યા હતા. બીએસઈ સેન્સેક્સે ૫૪૬ પોઈન્ટ્સ અથવા ૦.૯૪ ટકાના ઘટાડા સાથે ૫૭,૩૬૬ પર ટ્રેડિંગ શરૃ કર્યું હતું, જ્યારે એનએસઈ  નિફ્ટી ૧૬૬ પોઈન્ટ અથવા ૦.૯૫ ટકા ઘટીને ૧૭,૨૨૭ના સ્તરે ખુલ્યું હતું.

નોંધનીય છે કે આ પહેલા ગુરૂવારે શેરબજાર છેલ્લા ટ્રેડિંગ દિવસે લીલા નિશાન પર શરૃ થયું હતું અને એક દિવસના કારોબાર પછી અંતે તે મજબૂત ગતિ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ઇન્ડેક્સ ૮૭૪ પોઇન્ટ અથવા ૧.૫૩ ટકાના વધારા સાથે ૫૭,૯૧૨ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ ૨૬૫ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકા વધીને ૧૭,૩૯૩ પર બંધ થયો હતો.

(8:37 pm IST)