Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

રાજસ્‍થાનનાં અલવરમાં મંદિર તોડી પડાતા સતાધારી અને વિપક્ષ આમને-સામને

૩૦૦ વર્ષ જુના મંદિર ઉપર બુલડોઝર ફેરવી દેતા ભાવિકોમાં રોષ

 

ન્‍યુ દિલ્‍હી તા. રર :.. રાજસ્‍થાનના અલવરમાં ૩૦૦ વર્ષ જુના મંદિરને બુલડોઝર વડે તોડી પાડવા બાબતે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. જેના કારણે ગહેલોત સરકાર નિશાના પર આવી ગઇ છે. રાજગઢના ધારાસભ્‍ય સામે ફરીયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

રાજસ્‍થાનના અલવરમં ૩૦૦ વર્ષ જુના મંદિરને બુલડોઝર વડે તોડી પાડવાના મુદ્‌્‌ે રાજયમાં સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. અલવરમાં સરાઇ રાઉન્‍ડ અબાઉટ પાસેના મંદિરમાં પહેલા કટર વડે મૂર્તિઓને કાપવામાં આવી અને પછી બુલડોઝર વડે મંદિરને તોડી પાડવામાં આવ્‍યું. જેના કારણે ગેહલોત સરકાર ભાજપના નિશાના પર આવી ગઇ છે. આ મામલે પાલિકાના ઇઓ, એસડીએમ તેમજ રાજગઢના ધારાસભ્‍ય સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એફઆઇઆર નોંધાઇ નથી.

અલવરમાં ડેવલપમેન્‍ટ માસ્‍ટર પ્‍લાન હેઠળ, રવિવારે રાજગઢ શહેરના ગોલ સર્કલથી મેળાના ચાર રસ્‍તાની વચ્‍ચેના માર્ગમાં અવરોધરૂપ બનેલી દુકાનો અને મકાનોને તોડી પાડવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્‍યું હતું. આ દરમિયાન મંદિરને પણ તોડી પાડવામાં આવ્‍યું હતું. આ ડિમોલીકશનનો વિડીયો પણ સોશિયલ મીડિયા, પર ઝડપથી વાયરલ થઇ રહયો છે. પેગોડામાં ચંપલ પહેરેલ કર્મચારીઓ પર પણ હિન્‍દુ સંગઠનોનો ગુસ્‍સો ભડકી રહ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સતીશ પુનિયાએ કહયું કે ૩૦૦ વર્ષ જૂના મંદિરનું કેવી રીતે અતિક્રમણ થઇ શકે છે. બીજેપી પોતાની ટીમને સ્‍થળ પર મોકલી રહી છે, જે ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. બીજેપીના રાષ્‍ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કહયું કે વિકાસના નામે ભગવાનના મંદિર પર હુમલો કરવો ખુબ જ દુઃખદ છે. આ માટે તેમણે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્‍યું અને કહયું કે તેઓ બદલાની ભાવના સાથે વોટ બેંકની રાજનીતિને આગળ ધપાવી રહ્યા છે.

અમિત માલવિયાનો ગેહલોત સરકાર પર પ્રહાર આ મામલાને લઇને બીજેપી આઇટી સેલના ચીફ અમ્‍તિ માલવિયાએ એક ટવીટ દ્વારા કોંગ્રેસની ગેહલોત સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે લખ્‍યું રાજસ્‍થાનના અલવરમાં વિકાસના નામે ૩૦૦ વર્ષ જુનુ શિવ મંદિર તોડવામાં આવ્‍યું....કરાૌેી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવું અને હિન્‍દુઓની આસ્‍થાને ઠેસ પહોંચાડવી-આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે. આ પછી, અન્‍ય એક ટિવટમાં માલવિયાએ કહ્યું કે, ૧૮ એપ્રિલે, સુચના વિના, વહીવટી તંત્ર ૮પ હિન્‍દુઓના પાકાં મકાનો પરની દુકાનો પર બુલડોઝર ચલાવ્‍યું હતું.

બીજેપીના અન્‍ય એક નેતા નવીનકુમાર જિંદાલે કહ્યું જે રીતે મુધલોએ હિન્‍દુ મંદિરો તોડયા હતા, તેવી જ રીતે ૧૦ જનપથના આદેશ બાદ અશોક ગેહલોતે રાજસ્‍થાનના અલવરમાં ૩૦૦ વર્ષ જુના મંદિરને ડ્રિલ કરાવીને, તેઓ શિવલિંગને ઉખાડી રહ્‍યહ્યા છે પાપીઓ ભગવાનથી ડરે છ.ે

બીજી  તરફ કોંગ્રેસે ભાજપના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢયા ગેહલોત સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું કે ભાજપ નેતાઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું રાજગઢમાં અર્બન બોડીઝ બોર્ડના અધ્‍યક્ષે પ્રસ્‍તાવ લાવ્‍યા અને તેને પહોળો કર્યો, જેના કારણે મંદિર અને મકાનો તોડી પાડવામાં આવ્‍યા આ સાથે તેમણે કહ્યું કે જો કોઇ કાયદાકીય સમસ્‍યા નહી હોય તો મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવશે.(૬.૧૧)

 

(5:37 pm IST)