Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

શાંઘાઈમાં વધુ 11 દર્દીઓના મોત બાદ લોકોમાં આક્રોશ : લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયુ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 17,629 નવા કેસ નોંધાયા: કુલ કેસોની સંખ્યા 4,43,500 થઈ ગઈ

ચીનના શાંઘાઈમાં કોવિડ-19થી વધુ 11 દર્દીઓના મોત બાદ લોકોમાં આક્રોશ વધવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાવાયરસના વર્તમાન લહેર દરમિયાન મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચેપના 17,629 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ અગાઉના કેસ કરતાં 4.7 ટકા ઓછા છે. 1 માર્ચથી, શહેરમાં ચેપના કુલ કેસોની સંખ્યા 4,43,500 થઈ ગઈ છે.

હોંગકોંગ સ્થિત ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ દ્વારા શુક્રવારે પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, દેશભરની હોસ્પિટલોમાં કોવિડ-19ના 30,813 દર્દીઓની સારવાર થઈ રહી છે.

 

સત્તાવાર આંકડાઓ અનુસાર, ગુરુવારે શાંઘાઈમાં કોરોના વાયરસથી 11 દર્દીઓના મોત થયા છે.

દરમિયાન, શાંઘાઈએ લોકડાઉનનો સમયગાળો 26 એપ્રિલ સુધી લંબાવ્યો છે. શહેરમાં લોકડાઉનનું ચોથું સપ્તાહ ચાલી રહ્યું છે.

ચીનના સૌથી મોટા શહેર અને લગભગ 20 મિલિયનની વસ્તીવાળા શાંઘાઈમાં, કોરોનાવાયરસના ઓમિક્રોન સ્વરૂપને કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

 

(7:27 pm IST)