Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી : ભારતમાં તેલના ભાવ વધવાનો ભય

ભારત સારી માત્રામાં ઇન્ડોનેશિયા પાસેથી પામતેલ ખરીદતું હોય હવે નિકાસ ઉપર પ્રતિબંધ આવતા ભારતમાં ખાદ્યતેલોના ભાવ ફરી એકવાર વધવાની સંભાવના કોમિડિટી બજારોમાં ચર્ચાઈ

ઇન્ડોનેશિયાએ ઘરઆંગણે અછત સર્જાતા પામ તેલ સહીત તમામ ખાદ્યતેલની નિકાસ બંધ કરી દીધી છે આગામી 28 એપ્રિલથી આનો અમલ શરૂ થશે :ભારત સારી માત્રામાં ઇન્ડોનેશિયા પાસેથી પામતેલ ખરીદે છે : હવે નિકાસ ઉપર પ્રતિબંધ આવતા ભારતમાં ખાદ્યતેલોના ભાવ ફરી એકવાર વધવાની સંભાવના કોમિડિટી બજારોમાં ચર્ચાઈ રહી છે નિકી અને બ્લુમબર્ગનો અહેવાલ આ વિગતો આપી રહયો છે મળતી વિગત મુજબ ભારતમાં 60 ટકા પામતેલ હાલમાં ઇન્ડોનેશિયાથી આયાત થાય છે
આ અહેવાલને પગલે સ્થાનિક બજારોમાં ભારે અફરાતફરી મચી છે અને ડબ્બે 100 થી 125 રૂપિયાનો વધારો થયો છે અને દલાલો કોઈના ફોન ઉપાડતા નથી તેવી બૂમ  ઉઠી છે

 

(7:31 pm IST)