Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

અંજલિ ગાયકવાડ સામે ટ્વીટર ઈન્ફ્લુએન્સરનો ઠગાઈનો આરોપ

ઈન્ડિયન આઈડલ-૧૨ની સ્પર્ધક વિવાદમાં સપડાઈઃહરામી પરીન્દેનું એકાઉન્ટ અંજલિએ હેક કર્યાનો આક્ષેપ, બે એપ્રિલથી એકાઉન્ટ હેક થયાનો અંજલિનો બચાવ

મુંબઈ, તા.૨૨ : ઈન્ડિયન આઈડલ ૧૨ની કન્ટેસ્ટન્ટ અંજલી ગાયકવાડ પર તાજેતરમાં જ ટ્વિટર છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. 'હરામી પરિન્દે' નામના ટ્વિટર ઈન્ફ્લુએન્સરે અંજલી પર આરોપ મૂક્યો છે કે તેણીએ તેનું અકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને રૃપિયાની છેતરપિંડી પણ કરી. જોકે, અંજલી ગાયકવાડનું કહેવું છે કે, તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ૨ એપ્રિલથી હેક થયેલું છે.

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં અંજલી ગાયકવાડે કહ્યું, મારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયેલું છે. આ વાતને ૨૦-૨૧ દિવસ થયા છે. મને નથી ખબર કે કઈ રીતે અકાઉન્ટ હેક થઈ ગયું. હેકરે મને ફોન કરીને મારી પાસે ખંડણીના ૭૦ હજાર રૃપિયા માગ્યા હતા. તેણે ફોનમાં કહ્યું હતું- રૃપિયા આપ અને અકાઉન્ટ લઈ લે. થોડા દિવસ બાદ મેં સાયબર ક્રાઈમમાં પણ આ અંગેની ફરિયાદ કરી હતી. પરંતુ હજી કંઈ અપડેટ આવી નથી.

ટ્વિટર ઈન્ફ્લુએન્સરે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું કે, કોઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેનું ઈ-મેઈલ આઈડી નાખવાનું કીધું. હરામી પાન્ડેએ સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું હતું, 'ઈન્ડિયન આઈડલની કન્ટેસ્ટન્ટ વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લોકોને છેતરવાની કોશિશ કરી રહી છે.'

બીજા એક ટ્વિટમાં હરામી પરિન્દેએ લખ્યું, 'ઈન્સ્ટાગ્રામ પર અલગ જ સ્કેમ ચાલી રહ્યો છે. કહે છે કે એડ કરવાના રૃપિયા આપશે, પછી કહે છે કે પોતાના અકાઉન્ટમાં તેમનું ઈ-મેઈલ એડ્રેસ નાખીને રજિસ્ટ્રેશન કરાવો. આનાથી સાવધાન રહેજો, સતર્ક રહેજો.

એ હેકરે ઘણાં લોકો પાસેથી રૃપિયા માગ્યા હતા. કેટલાય લોકો વિચારતા હતા કે હું તેમની પાસેથી પૈસા માગી રહી છું. લોકો સમજતાં હતાં કે હું તેમને ફસાવી રહી છું. આ ઘટનાને લીધું હું ડિસ્ટર્બ થઈ ગઈ છું. મને લોકો તરફથી કેટલાય મેસેજ અને ઈ-મેઈલ આવી રહ્યા છે. હું વ્યક્તિગત રીતે સૌને સ્પષ્ટતા કરી રહી છું. કેટલાક લોકો મને ફ્રોડ કહી રહ્યા છે તો કેટલાક મારી વાત સમજે છે કે મારું અકાઉન્ટ હેક થયું છે*, તેમ અંજલીએ ઉમેર્યું.

અંજલી પોતાનું અકાઉન્ટ હેક થયું હોવાનું કહી રહી છે પરંતુ ઈન્ફ્લુએન્સર આ વાત માનવા તૈયાર નથી. તેણે અન્ય ટ્વિટમાં લખ્યું, 'મને નથી લાગતું કે અકાઉન્ટ હેક થયું છે. ૧૪ એપ્રિલથી સંવાદ ચાલી રહ્યો છે. જો હેક થયું હોત અને આ વિશે ઈન્સ્ટાગ્રામને જાણ કરી હોત તો વેરિફાઈડ અકાઉન્ટ હોવાથી તે જલ્દી એક્શન લેત.' આ તરફ અંજલીનું કહેવું છે કે, સાયબર ક્રાઈમની ટીમ તેનું અકાઉન્ટ ડિલિટ કરવાનો પ્રયાસ કરી રહી છે. તો આ આખી ઘટના વિશે જાણ્યા બાદ તેના માતાપિતા ટેન્શનમાં આવી ગયા હતા. અંજલીએ વાત પૂરી કરતાં કહ્યું, હું જલ્દી જ નવું અકાઉન્ટ બનાવીશ. હવે હું મુદ્દા પર ધ્યાન કેંદ્રિત કરવા નથી માગતી. મેં મારા સંગીત અને રિયાઝ પર ધ્યાન આપવાનું શરૃ કર્યું છે.

(8:16 pm IST)