Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

યુક્રેન પર રશિયાના હુમલા પર ભારત તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરેઃ હિલેરી

હિલેરીએ ઈન્ડિયા ઈકોનોમિક કોન્કલેવમાં ભાગ લીધોઃઅમેરિકી પૂર્વ વિદેશ મંત્રી હિલેરીએ યુક્રેન જંગમાં રશિયાનો અપ્રત્યક્ષ રીતે સાથ આપવા માટે ચીનને ફટકાર લગાવી

વોશિંગ્ટન, તા.૨૨:અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી રોડમ ક્લિન્ટનએ ઈન્ડિયા ઈકોનોમિક કોન્કલેવ ૨૦૨૨માં ભાગ લીધો. તેમણે યુક્રેન પર રશિયાના હુમલા પર પોતાના વિચાર મૂક્યા. હિલેરીએ યુક્રેન જંગમાં રશિયાનો અપ્રત્યક્ષ રીતે સાથ આપવા માટે ચીનને ફટકાર લગાવી, ત્યાં ભારતે પોતાનુ સ્ટેન્ડ સ્પષ્ટ કરવાની સલાહ આપી. તેમણે કહ્યુ કે યુક્રેન પર આક્રમણ આંખ ખોલનારૃ રહ્યુ છે.

હિલેરી ક્લિન્ટને કહ્યુ, રશિયા ભારતની ઉર્જા આયાત ખૂબ ઓછી છે. આ રેખાંકિત કરવુ મહત્વપૂર્ણ હશે કે એક સંપ્રભુ રાષ્ટ્ર તરીકે ભારતને પોતાના હિતના હિસાબથી નિર્ણય લેવા પડશે. તેમણે કહ્યુ કે ભારતને આ વાત દ્રઢતાથી સ્પષ્ટ કરવી જોઈએ કે યુક્રેન સામે રશિયાના હુમલા સમગ્ર રીતે ખોટુ છે. ચીનની સાથે સરહદ પર ભારતના ગતિરોધને ઘણી મુશ્કેલી કરનારા કરાર આપતા તેમણે કહ્યુ કે આ વિષય પર અને વધારે ધ્યાન આપવુ પડશે. ભારત પોતાની રક્ષા માટે જે પણ કરે છે, અમેરિકા તેમનુ સમર્થન કરે છે. હિલેરીએ આ વાત કોક્નલેવને સંબોધિત કરતા કહ્યુ.

અમેરિકા આનાથી પહેલા પણ ભારતને દ્રઢતાની સાથે રશિયાના યુક્રેન પર હુમલા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે જોર નાખી ચૂક્યા છે. ઘણીવાર આને લઈને અપરોક્ષ રીતે દબાણ બનાવવાનો પ્રયત્ન પણ થયો, પરંતુ ભારત હજુ સુધી પોતાના વલણ પર કાયમ રહ્યુ છે. યુક્રેન પર રશિયાના હુમલા પર અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી રોડમ ક્લિન્ટને કહ્યુ, યુક્રેનનુ આક્રમણ આંખ ઉઘાડનારૂ છે. આ હુમલો અકારણ, અનાવશ્યક અને અયોગ્ય લાગે છે. મારૂ માનવુ છે કે પુતિન જે કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે યુક્રેન પર કબ્જો કરવાનુ હતુ અને તેની પર રશિયાના ભાગ તરીકે દાવો કરવાનુ છે પરંતુ આને તેની પર શાનદાર ઉલટફેર કર્યો છે. એક મહિનામાં રશિયાની સેનાને તેનાથી વધારે નુકશાન થયુ છે જેટલુ ૨૦ વર્ષમાં અમેરિકાને થયુ છે.

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી રોડમ ક્લિંટને કહ્યુ કે બાઈડન અને તેમની ટીમએ વાસ્તવમાં યુરોપ, નાટો ગઠબંધન અને અન્યને એકીકૃત કર્યા છે. એવુ માનવામાં આવે છે કે આ જોખમ પહેલા યુક્રેન માટે જોખમ છે, પરંતુ આ વૈશ્વિક વ્યવસ્થા માટે કાનૂનના શાસન માટે પણ જોખમ છે. ઉત્તેજના પશ્ચિમથી આવી નથી, યુક્રેનથી આવી નથી, એવુ એટલા માટે થયુ કેમ કે વ્લાદિમીર પુતિન યુક્રેનને એક સ્વતંત્ર સંપ્રભુ રાષ્ટ્ર બનવા દઈ શકતા નથી.

૧૯૯૦ના દાયકા દરમિયાન રશિયાને નાટો પ્રશિક્ષણ અભ્યાસનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી આ પ્રદર્શિત કરવામાં આવી શકે કે અમારા દેશ પ્રત્યે કોઈ આક્રમક વલણ નથી અને અમે એક સારા સંબંધ બનાવવા ઈચ્છીએ છીએ

(8:21 pm IST)