Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ભારત વિરોધી ખાલિસ્તાનીઓને સહન કરશે નહીં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનનું નિવેદન

ભારતની ચિંતાઓ પર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે બ્રિટન તેના દેશમાં સક્રિય કટ્ટરપંથી જૂથોને સહન કરશે નહીં.

નવી દિલ્હી :ખાલિસ્તાની તત્વોને લઈને ભારતની ચિંતાઓ પર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને  કહ્યું કે બ્રિટન તેના દેશમાં સક્રિય કટ્ટરપંથી જૂથોને સહન કરશે નહીં.

વડાપ્રધાન મોદી સાથે વાત કર્યા બાદ બ્રિટિશ વડાપ્રધાન જોન્સને કહ્યું કે અમારી ભાગીદારીને નવા સ્તરે લઈ જવાની ઘણી સંભાવનાઓ છે. યુક્રેન વિરુદ્ધ રશિયન હુમલા પર ભારતના વલણ પર બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે તમારે સ્વીકારવું પડશે કે બુચામાં જે બન્યું તેની સામે ભારત મજબૂત રીતે બહાર આવ્યું છે.

 

યુક્રેન વિરૂદ્ધ રશિયન હુમલા અંગે જ્હોન્સને કહ્યું કે રશિયા સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે અને દરેક તેનું સન્માન કરે છે. તો જ્યારે ભારતમાં અધિકારોના ઉલ્લંઘનના અહેવાલો વિશે પૂછવામાં આવ્યું ત્યારે બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે ભારત એક મહાન લોકશાહી છે અને ત્યાં બંધારણીય સુરક્ષાની વ્યવસ્થા છે.

 

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે ભારત સાથેના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે મિત્રતાની આ એક મહાન ક્ષણ છે.બ્રિટનના વડા પ્રધાનનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઔપચારિક સ્વાગત બાદ મીડિયા સાથે વાત કરતા જોન્સને કહ્યું કે ભારત સાથેના સંબંધો ક્યારેય એટલા મજબૂત નહોતા.

 

(8:23 pm IST)