Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

યુએઈમાં નીયોપે દ્વારા ભીમ UPIથી ચૂકવણી થઈ શકશે

ડિજિટલ ભારતના પર્યાય યુપીઆઈનો વધતો વ્યાપઃઆ પહેલ ભારતીય પ્રવાસીઓને ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરવામાં સક્ષમ બનાવશે

 

નવી દિલ્હી, તા.૨૨:'નવા ભારત, ડિજિટલ ભારતનો પર્યાય બની ગયેલ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ભારતની આ સર્વિસ સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) સુધી પહોંચી ગઈ છે.  નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ની આંતરરાષ્ટ્રીય બ્રાંચ એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (એનઆઈપીએલ)એ મશર્ક બેંકની પેમેન્ટ સબસિડિયરી નીયોપે સાથે ભાગીદારી કરી છે. આ સોદા બાદ હવે યુએઈમાં નીયોપે દ્વારા ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરી થઈ શકશે.

એનઆઈપીએલના સીઈઓ રિતેશ શુક્લાએ જણાવ્યું કે નીયોપે સાથેની અમારી ભાગીદારી દ્વારા ભીમ યુપીઆઈ યુએઈમાં લાઇવ થવું એ અમારા અને સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. આ પહેલ ભારતીય પ્રવાસીઓને ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરવામાં સક્ષમ બનાવશે. શુક્લાએ જણાવ્યું હતું કે અમારા અત્યાધુનિક સોલ્યુશન્સ સાથે ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા અને સમગ્ર વિશ્વમાં યુપીઆઈને રોલ આઉટ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. યુપીઆઈ શ્રેષ્ઠ રિયલ-ટાઇમ પેમેન્ટ ઇકો-સિસ્ટમ બની ગયું છે.

(8:32 pm IST)