Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ઈન્ડોનેશિયાએ ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવ વધશે

યુદ્ધને લીધે સન ફ્લાવર ઓઈલની આયાત બંધઃભારત પામતેલ ૬૦% ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે

 

નવી દિલ્હી, તા.૨૨: ભારત પોતાની જરૃરિયાતના ૫૦% ખાદ્યતેલની આયાત કરે છે. આયાતી ખાદ્યતેલના મુખ્ય પામઓઈલ, સોયાઓઈલ અને સન ફ્લાવર ઓઈલની આયાત કરે છે. ભારત વર્ષે ૧૩૦-૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્દ થતા સન ફ્લાવર ઓઈલની આયાત બંધ થઈ છે. તેમજ વિશ્વમાં પણ ખાદ્યતેલના ભાવ વિક્રમી સપાટી કે તેની નજીક ચાલી રહ્યાં છે. આ સમયે ઈન્ડોનેશિયાએ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ભારત પોતાની કુલ પામતેલ આયાતમાંથી ૬૦% ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે. જો ઈન્ડોનેશિયા ખાદ્યતેલની નિકાસ બંધ કરે તો ભારત અને અન્ય દેશો માટે મલેશિયા એકમાત્ર સ્ત્રોત રહે છે. આથી ભાવ વૈશ્વિક બજારમાં નવા વિક્રમી સપાટીએ ઉંચકાઈ શકે છે.

ઈન્ડોનેશિયાના રાષ્ટપતિ જોકો વિડોડોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ૨૮ એપ્રિલથી વિશ્વના કોઈપણ બજાર માટે ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્થનિક બજારમાં તેલનો પુરવઠો પુરતો બને અને પ્રજાને સસ્તું તેલ મળે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

(8:36 pm IST)