Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

વીજ કટોકટી ટાળવા ગુજરાત સહિત વીજ મથકો શરૂ કરવાની સુચના

ઉનાળાને લીધે દેશમાં વીજળીની માગમાં વધારોઃરાજ્યોને જણાવાયું છે કે તેઓ નિષ્ક્રિય અથવા સ્ટ્રેસ્ડ થર્મલ પ્લાન્ટને ચાલુ કરે ભલે પછી તેનો ખર્ચ વધારે આવે

        નવી દિલ્હી, તા.૨૨: ઉનાળાના કારણે દેશભરમાં વીજળીની ડિમાન્ડમાં ભારે વધારો થયો છે જેને પહોંચી વળવું મુશ્કેલ હોવાથી ગંભીર વીજ કટોકટી પેદા થવાની શક્યતા છે. વીજ કટોકટીથી બચવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોને તેના બંધ પાવર પ્લાન્ટ ચાલુ કરવા જણાવાયું છે કારણ કે વીજળીનું ઉત્પાદન વધારવામાં નહીં આવે અને ડિમાન્ડ વધતી જશે તો પાવર ગ્રીડ ફેઈલ થવાનો ભય છે.

રાજ્યોને જણાવાયું છે કે તેઓ પોતાના નિષ્ક્રિય અથવા સ્ટ્રેસ્ડ થર્મલ પ્લાન્ટને ચાલુ કરી દે ભલે પછી તેનો ખર્ચ વધારે આવે. નેશનલ ગ્રીડ ઓપરેટરોએ રાજ્યોને શક્ય એટલી વધુ વીજળીનું ઉત્પાદન કરવા જણાવ્યું છે. કેટલાક રાજ્યો મોંઘા ગેસ અને કોલસાથી ઉત્પાદિત વીજળી માટે વધુ ખર્ચ ચુકવવા પણ તૈયાર છે.

કેન્દ્રિય વીજ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે પશ્ચિમના રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર)માં વીજળીની કટોકટીનું કારણ કોલસાની અછત નથી, પરંતુ આયોજનનો અભાવ છે. ગ્રીડ ઓપરેટર પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પ (પોસોકો)એ વેસ્ટર્ન રિજનના રાજ્યોમાં વધુ પડતા લોડ સામે ચેતવણી આપતો પત્ર લખ્યો છે. મહારાષ્ટ્ર નિર્ધારિત શિડ્યુલ કરતા વધારે પાવર ઉપાડી રહ્યું છે. તેના કારણે ગ્રીડ ફ્રિકવન્સી એક્સકર્ઝન ઘટીને ૈંઈય્ઝ્ર નીચે જતું રહ્યું છે.

હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને દાદરા અને નગર હવેલી દ્વારા વધુ પડતો પાવર ઉપાડવામાં આવતો હોવાથી નેશનલ ગ્રીડ સંકટમાં છે. આ અંગે વેસ્ટર્ન રિજન લોડ ડિસ્પેચ સેન્ટરે સેર્ન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં એક પિટિશન પણ ફાઈલ કરી છે.

ગુજરાત સરકારે સિક્કા પાવર સ્ટેશન માટે આયાતી કોલસો ખરીદવાના ઓર્ડર આપ્યા છે. આયાતી કોલસો ગમે ત્યારે પોર્ટ પર પહોંચશે અને આ પ્લાન્ટને ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત એસ્સાર પાવરના ૧.૨ ગીગાવોટના સલાયા પાવર પ્લાન્ટને પણ શરૃ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર પણ બંધ પડેલા અથવા ઓછા વપરાશમાં લેવાતા પ્લાન્ટને પૂર્ણ ક્ષમતાએ કામમાં લેવા આયોજન કરી રહી છે. તમિલનાડુએ કોસ્ટલ એનર્જન લિમિટેડનો પ્લાન્ટ શરૃ કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

વીજળીની કટોકટીનો મામલો સીઈઆરસી પાસે ગયો છે. સીઈઆરસીએ આ અંગે સુનાવણી કરતા પહેલા ડબલ્યુઆરએલડીસીપાસે વધારે વિગત માંગી છે જેના આધારે ઓર્ડર આપવામાં આવશે.

પોસોકોએ રાજ્યોને જણાવ્યું છે કે ૪૯.૯૭ હર્ટ્ઝના સ્તરે સિસ્ટમ ફ્રિકવન્સી ઘટી જવાના કારણે ગ્રીડ ફેઈલ થવાનો ય રહે છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી હોવાથી વીજળીની માંગમાં તેજી આવી છે.

(8:45 pm IST)