Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા : કાલે કોંગ્રેસની નેતાગીરી સાથે મહત્વપૂર્ણ બેઠક હોવાની ભારે ચર્ચા : પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસના નેતાઓમાં દુવિધા પ્રવર્તતી હોવાનો દિગ્વિજયસિંહનો ધડાકો :પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં જોડાવવાનું ફાઇનલ :એનડીટીવીનો અહેવાલ

નવી દિલ્હી : ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ દિલ્હી પહોંચ્યા છે અને આવતીકાલે કોંગ્રેસ નેતાગીરી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે દરમ્યાન નરેશભાઈ પટેલ સાથે એક દાયકાથી ધરોબો ધરાવતા ચૂંટણી વ્યૂહકાર શ્રી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાનાર હોવાનું લગભગ ફાઇનલ થયાનું એનડીટીવીના હેવાલમાં જણાવાયું છે,

કોંગીના દિગજ્જ નેતા દિગ્વિજયસિંહે પણ જણાવ્યું છે કે પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસમાં થોડી શંકા જરૂર છે પરંતુ અમારું મન ખુલ્લું છે, પ્રશાંત કિશોર આંકડાના માણસ છે અને તેમાં બીજું કઈ નવું નથી એવું કઈ કહ્યું નથી જે અમે જાણતા ના હોય , જોકે દિગ્વીજયસિંહે એમ પણ કહ્યું કે તેઓ પક્ષમાં આવે તેની સામે કોઈ વિરોધ પણ નથી, દિગ્વિજયસિંહ કોંગ્રેસના એવા નેતાઓ માંહેના નેતા છે જેમને પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં પદ આપવા સામે શંકાઓ પ્રવર્તે છે પ્રશાંત કિશોરને પક્ષના સંગઠનમાં ફેરફારો કરવા પક્ષમાં પદ આપવા સંદર્ભે તેમણે આમ કહ્યું હતું

દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું હતું કે પ્રશાંત કિશોર સાથે મારે કોઈ નજદીકના સબંધો નથી કે તેની સાથે કોઈ ઘનિષ્ઠ ચર્ચા થઇ નથી તેઓ રાજકીય એનાલિસ્ટ છે અને તેને રોડમેપ સૂચવ્યો છે હવે તેઓ કેટલાક ક્રોન્ક્રીટ સૂચનો સાથે આવ્યા છે અને તેમણે રજૂ કરેલા પ્રેઝન્ટેશન ખુબ જ સારા છે,

કોંગ્રેસમાં એ પણ ચર્ચા છે કે 2014માં ભાજપના જબરજસ્ત પ્રચારની કેડી કંડારવા માટે પ્રશાંત કિશોર જવાબદાર હતા તેમણે મમતા બેનર્જી સાથે પશ્ચિમ બંગાળમાં , તેલંગાણામાં જગન મોહન માટે કામ કર્યું હતું દિગ્વિજયસિંહે સ્પષ્ટ કબુલ્યું હતું કે તેમના માટે થોડી દુવિધા પ્રવર્તે છે કોંગ્રેસ એવો વિશાળ પક્ષ છે જોકે અમારું મન ખુલ્લું છે અંતમાં શ્રી સિંહે જણાવ્યું હતું કે તેમના કોંગ્રેસ પક્ષના પ્રવેશ અંગે માત્રને માત્ર સોનિયા ગાંધી કરી શકે છે એનડીટીવીએ તેના સોર્સને ટાંકીને લખ્યું છે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ તરહ્યાં છે

 

(9:54 pm IST)