Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

રણબીર કપૂર અને રશ્મિકા મંદનાની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ શરૂ

લગ્ન બાદ રણબીર અને આલિયા બંને પોતાના કામમાં તરત જ વ્યસ્ત થઈ ગયા

મુંબઈ : અભિનેતા રણબીર કપૂરે તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. પરંતુ લગ્ન બાદ રણબીર અને આલિયા બંને પોતાના કામમાં તરત જ વ્યસ્ત થઈ ગયા છે. લગ્નના માત્ર 2 દિવસ બાદ રણબીર કપૂર ટી-સીરીઝની ઓફિસમાં જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ત્યાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ માટે મીટિંગ માટે ગયો હતો. આ દરમિયાન પાપારાઝીએ તેની તસવીરો ક્લિક કરી હતી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કશું કહ્યું ન હતું.

તાજેતરમાં એવા સમાચાર આવી રહ્યા છે કે, હવે રણબીર કપૂર હિમાચલના મેદાનોમાં રશ્મિકા મંદાના સાથે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાના મેગ્નમ ઓપસ દ્વારા નિર્દેશિત ‘એનિમલ’નું શૂટિંગ આજથી મનાલીના બરફીલા પહાડોમાં શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો એટલે કે રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાએ હિમાચલ પ્રદેશમાં ફિલ્મનું પ્રથમ શૂટિંગ શેડ્યૂલ આજથી શરૂ કર્યું છે.

 

આ ક્રાઈમ ડ્રામામાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ લીડ રોલમાં જોવા મળશે. જો કે, આ ફિલ્મે દર્શકોમાં પહેલાથી જ ધૂમ મચાવી છે. આ ફિલ્મ આગામી તા. 11/08/2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રણબીર તેની કો-આર્ટિસ્ટ રશ્મિકા મંદાના સાથે બરફથી ઢંકાયેલી પહાડીઓ પર આજે જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે આર.કે. ખૂબ જ અલગ લુકમાં જોવા મળ્યો હતો, ત્યારે રશ્મિકા મંદાનાએ લાલ પરંપરાગત ટોપી અને શાલ સાથે સફેદ બરફની ચાદર વચ્ચે કલર પૉપ ઉમેર્યો હતો. આ બહુપ્રતિક્ષિત ફિલ્મના નિર્માતાઓએ આજે ઔપચારિક રીતે ફિલ્મ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મની ટીમે વિશેષ પૂજા વિધિ સાથે ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું હતું.

 

(12:06 am IST)