Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

નીતીશકુમાર દિલ્હી પહોંચ્યા :મંત્રીમંડળમાં થનારા સંભવિત ફેરફારોમાં હવે જનતાદળ (યુ) સામેલ થશે.

નીતીશકુમાર ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મંત્રીમંડળ વિસ્તરણ મુદે ચર્ચા કરે તેવી ધારણા

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળમાં થનારા સંભવિત ફેરફારોમાં હવે જનતાદળ (યુ) સામેલ થશે. 2019માં મોદી ટુની સરકારની રચના સમયે કેબીનેટ બર્થ મુદે વિવાદ થતા જનતાદળ (યુ)ના કોઈ સાંસદ સરકારમાં સામેલ થયા ન હતા.પણ હવે રાજકીય સમીકરણો બદલાયા છે અને ભાજપને પણ 2019 કરતા સાથી પક્ષોની વધુ જરૂર છે તેથી જનતાદળ (યુ)ને એક કેબીનેટ અને રાજયકક્ષાના બે મંત્રીપદ ઓફર કરી શકે છે. આ માટે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર દિલ્હી પહોંચ્યા છે અને તેઓ આજે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે આ મુદે ચર્ચા કરે તેવી ધારણા છે

જો કે વડાપ્રધાન સાથેની તેમની મુલાકાત અંગે હજું કાંઈ નિશ્ર્ચિત નથી. આ પક્ષના ત્રણ નેતાઓના નામ પક્ષે નિશ્ચીત કર્યા છે જેમાં મંત્રી બની શકે છે જેમાં સાંસદ રાજીવ રંજન, લલન સિંઘ અને રાજયસભાના સાંસદ રામચંદ્ર પ્રસાદ સિંગના નામ છે. વિકલ્પમાં પૂર્ણીયાના સાંસદ સંતોષ કુશવાહા પણ આવી શકે છે. જો કે ભાજપે હજું વલણ સ્પષ્ટ કર્યુ નથી.

(7:12 pm IST)