Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

લોકસભા-રાજ્યસભામાં ભાજપ મુખ્ય દંડક નિમાયા

નવી દિલ્હી, તા. ૨૧ : પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લા અને ભાજપના સાંસદ રાકેશ સિંહની પક્ષ દ્વારા અનુક્રમે લોકસભા તેમજ રાજ્યસભાના મુખ્ય દંડ પદે નિમણૂક કરવામાં આવી છે. પ્રતાપ શુક્લા ઉત્તર પ્રદેશના સાસંદ છે અને તેઓ નારાયણ પંચારિયાનું સ્થાન લેશે. જ્યારે સિંહ સંજય જયસ્વાલના સ્થાને લોકસભામાં મુખ્ય વ્હીપ રહેશે. અગાઉ સિંહ લોકસભમાં મુખ્ય વ્હીપ હતા પરંતુતેઓની મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે નિમણૂક થતા તેમણે લોકસભાના દંડકનું પદ છોડ્યું હતું.

(12:00 am IST)