Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોનાનો સામનો કરવા EUનું ૭૫૦ અબજ યુરોનું જંગી પેકેજ

કોરોનાગ્રસ્ત દેશોને ઋણ-અનુદાન મળશે : અગાઉ ઈયુના નેતાઓ વચ્ચે ચાલેલી લાંબી શિખર બેઠક દરમિયાન નાણાં-શક્તિ મામલે ચણભણ પણ થઇ હતી

બ્રસેલ્સ, તા. ૨૧ : યુરોપીય સંઘના નેતાઓ વચ્ચે ચાર દિવસની વાર્તા બાદ મંગળવારે ૨,૧૦૦ અબજ અમેરિકી ડોલરના બજેટ અને કોરોના વાયરસ સુધાર ભંડોળ પર માંડ સંમતિ સધાઇ હતી. અગાઉ આ નેતાઓ વચ્ચે ચાલેલી એક લાંબી શિખર બેઠક દરમિયાન નાણાં અને શક્તિ મામલે ચણભણ પણ થઇ હતી. ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરવા માટે યૂરોપીય સંઘના દેશો ૭૫૦ અબજ યુરો (૨,૧૦૦ અબજ ડોલર)નું એક કોરોના વાયરસ ભંડોળ બનાવશે. આમાં આંશિક રીતે ઋણ સામેલ હશે.

           આ ભંડોળ વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોને ઋણ અને અનુદાન સ્વરૂપે અપાશે. એ પછી યુરોપીય સંઘ સાત વર્ષ માટે ૧,૦૦૦ અબજ યૂરોના બજેટ પર સંમતિ સધાઇ હતી. અગાઉ કુલ અનુદાન ૫૦૦ અબજ ડોલર યૂરો રાખવાની દરખાસ્ત હતી. જેને હવે ઘટાડીને ૩૯૦ અબજ યુરો કરવામાં આવ્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન સોફી વિલ્મેસે કહ્યું કે 'અગાઉ ક્યારેય પણ ઇયૂએ ભવિષ્યમાં આ પ્રકારનું રોકાણ કર્યું નહતું.' ફ્રાંસના પ્રમુખ એમૈનુએલ મેક્રોએ કહ્યું કે 'પરિણામ ઐતિહાસિક થશે. અમે સાથે મળીને ઋણ લેવાની સંભાવના તૈયાર કરી છે અને એકતાની ભાવના હેઠળ એક સુધાર ભંડોળ ઊભું કર્યું છે.' જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલે કહ્યું કે ' આ અસમાન્ય મહામારી છે, જે અમારા સુધી પહોંચી ગઇ છે. એ માટે અસાધારણ અને નવા તરીકોની જરૂર છે. અમે યૂરોપીય સંઘના આ સૌથી મોટા સંકટનો સામનો કરવાની દિશામાં મોટું કદમ લીધું છે.'

(12:00 am IST)