Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોના વાયરસઃ ઓકસફર્ડની કોરોના વેકિસન તૈયાર થશે તો ભારતમાં ૧૦૦૦ રૂપિયામાં વેચાશે

એન્ટિબોડી રેસ્પોન્સથી કોરોના વેકિસન કારગર સાબિત થઇ રહી છેઃ સરકાર નક્કી કરશે કે શરૂઆતમાં વેકિસન કોને આપવી

નવી દિલ્હી, તા.૨૨: કોરોનાના જંગમાં સમગ્ર દુનિયાની નજર વેકિસન પર અટકેલી છે. જયાં સુધી કોરોનાની વેકિસન નહીં બને ત્યાં સુધી કોરોના સામે લડાઇ સંભવ નથી. તેવામાં ઓકસફર્ડ યુનિવર્સિટીથી સારા સમાચાર આવ્યા છે. ત્યાં આ વેકિસન પર હ્યૂમન ટ્રાયલ ચાલી રહ્યું છે ટ્રાયલમાં સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. ભારતમાં પણ આઙ્ખકસફર્ડ યુનિવર્સિટીની આ વેકિસનનું પ્રોડકશન કરવામાં આવશે.

ઓકસફર્ડની આ બહુપ્રતીક્ષિત કોરોના વેકિસનને લઇને સૂત્રોના જણાવ્યા  મૂજબ ઓકસફર્ડ વેકિસન ગ્રુપના ડાયરેકટર એન્ડ્રયૂ જે પોલાર્ડ અને પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા સાથે વાત કરી.

એન્ડ્રયૂ પોલાર્ડે જણાવ્યું કે, એન્ટીબોડી રેસ્પોન્સથી જાણ થાય છે કે આ વેકિસન ઘણી કારગર છે. તેમણે કહ્યું કે, ટ્રાયલમાં સફળતા નજરે આવી રહી છે છતા આપણે પ્રૂફની જરૂરીયાત છે કે આ વેકિસન કોરોના વાયરસથી બચાવી શકે છે કે કેમ. પોલાર્ડે જણાવ્યું કે, આ વેકિસનનું ટ્રાયલ અલગ અલગ લોકો પર કરવામાં આવશે અને આંકલન કરવામાં આવશે કે બીજા લોકો પર આની કેવી અસર દેખાઇ આવે છે.

તેમણે કહ્યું કે, કોવિડ મહામારી દરમિયાન વેકિસન બનાવવા અને આને સમગ્ર દુનિયામાં સપ્લાઇ કરવી એક મોટો પડકાર હશે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમેરિકા અને ચીનમાં પણ આના પર કામ ચાલી રહ્યું છે. તેવામાં શું તેનાથી પ્રતિસ્પર્ધા છે. આના પર કહ્યું કે, અમે આને પ્રતિસ્પર્ધાના રૂપમાં નહીં પરંતુ એક સામૂહિક પ્રયાસના રૂપમાં જોઇ રહ્યા છીએ. અમે પોતાના અનુભવ દુનિયાના બીજા દેશોમાં કોવિડ રિસર્ચમાં લાગેલા લોકો સાથે પણ શેર કરીએ છીએ, જેથી આપણે મળીને કોરોના સામે મુકાબલો કરી શકીએ.

એન્ડ્રયૂ પોલાર્ડને પૂછવામાં આવ્યું કે, કોવિડ વેકિસનની કોઇ લોન્ગ ટર્મ સાઇડ ઇફેકટ તો નહીં થાય. જો તમે લોકો આટલા ઝડપથી કામ કરી રહ્યા છે તેનાથી વેકિસનની કવોલિટી પર અસર તો નહીં પડેને. જેના જવાબમાં પોલાર્ડે કહ્યું કે, વેકિસન બનાવવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી. કિલનિકલી ટ્રાયલ હજુ પણ તે પ્રક્રિયા હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેવી રીતે સામાન્ય દિવોસમાં વેકિસન બનાવવા સમયે કરવામાં આવે છે. એટલા માટે કવોલિટી પર કોઈ અસર પડવાની વાત જ નથી. તેમણે કહ્યું કે, અમારી પાસે લોન્ગ ટર્મ ડેટા જ ઉપલબ્ધ નથી. આપણને માત્ર આનો લાભ મળી શકે છે કે પહેલા પણ આપણે લોકોએ આ પ્રકારની વેકિસનનો ઉપયોગ કર્યો છે.

ત્યારે, ભારતમાં આ વેકિસનનું પ્રોડકશન કરવામાં આવી રહેલા પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, આપણે લોકો મોટા પ્રમાણમાં આ વેકિસનનું પ્રોડકશન કરવા જઇ રહ્યા છીએ અને આ અઠવાડિયા વેકિસન માટે પરમિશન લેવા જઇ રહ્યા છીએ. પૂનાવાલાએ જણાવ્યું કે, ડિસેમ્બર સુધી ઓકસફર્ડ વેકિસન Covishieldના ૩૦૦-૪૦૦ મિલિયન ડોઝ બનાવવામાં અમે સફળ થઇ જઇશું.

તેમણે વેકિસનની કિંમત પર વાત કરતા કહ્યું કે, આ સમયે સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે, એટલા માટે આનો ભાવ ઓછામાં ઓછો રાખીશું. આના પર શરૂઆતમાં પ્રોફિટ નહીં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતમાં આની કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ અથવા તેનાથી પણ ઓછી હોઇ શકે છે. તેમણે કહ્યું કે, સમગ્ર દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહી છે. એટલા માટે વેકિસનની માંગ બહુ વધુ હશે. તેવામાં આપણે ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યૂશન માટે સરકારી મશીનરીની જરૂર પડશે.

(10:21 am IST)