Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સુપ્રીમકોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણ અને ટ્વીટર ઈન્ડિયા વિરુદ્ધ કન્ટેમ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી

ભૂષણે ન્યાયતંત્ર સામે અપમાનજનક ટિપ્પણીઓ ટ્વીટર પર પોસ્ટ કરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્ર પ્રત્યે અપમાનજનક ટ્વીટ કરવા મામલે સીનિયર વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણ વિરુદ્ધ  કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરી છે. પ્રશાંત ભૂષણ સિવાય સર્વોચ્ચ અદાલતે ટ્વીટર ઈન્ડિયા વિરુદ્ધ પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી છે, કારણ કે ભૂષણની અપમાનજનક ટિપ્પણીઓ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી ત્રણ સભ્યોની પીઠ આ મામલે આજે સુનાવણી હાથ ધરશે.

પ્રશાંત ભૂષણ કોર્ટ સાથે સંકળાયેલા મુદ્દા સતત ઉઠાવતા રહ્યાં છે. તાજેતરમાં તેમણે કોરોના મહામારી દરમિયાન અન્ય રાજ્યોમાંથી પલાયન કરી રહેલા પ્રવાસી મજૂરોના મામલે સર્વોચ્ચ અદાલતના વલણની આકરી ટીકા કરી હતી. ભૂષણે ભીમા-કોરેગાંવ કેસમાં આરોપી વરવર રાવ અને સુધા ભારદ્વાજ જેવા જેલમાં બંધ નાગરિક અધિકારો માટે સંઘર્ષ કરનારા કાર્યકર્તાઓ સાથે થઈ રહેલા વ્યવહાર વિશે પણ ટિપ્પણીઓ કરી હતી.

(11:04 am IST)