Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

નોકરિયાત લોકો માટે હોન્ડાએ આપી કમાલની ઓફરઃ અડધા EMIનો વિકલ્પ

હવે ગ્રાહકો વાહનને ૩૬ મહિના સુધી ફાઇનાન્સ કરાવી શકે છે

નવી દિલ્હી, તા.૨૨: કોરોના ચેપને કારણે વાહનના વેચાણ પર ભારે અસર પડી છે. આવી સ્થિતિમાં, ઓટોમોબાઈલ ઉત્પાદકો ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ લાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, હોન્ડા પણ ગ્રાહકો માટે દ્યણી ઓફર્સ લઈને આવી છે. વિશેષ વાત એ છે કે આ ઓફર્સ તાજેતરમાં લોન્ચ થયેલા વાહનો જેવા કે એકિટવા 6G, શાઇન અને ગ્રાઝિયા પર પણ લાગુ થાય છે.

નોકરિયાત લોકો માટે હોન્ડા સરળ ઇએમઆઈનો વિકલ્પ લાવી છે. સુવિધાને નાણાં આપવા માટે કંપનીએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચડીએફસી બેંક સાથે ભાગીદારી કરી છે. આ સમયગાળા દરમિયાન કંપનીના વાહનની ખરીદી દરમિયાન, ગ્રાહકે પ્રારંભિક ૩ મહિના માટે ફકત અડધા ઇએમઆઇ (માસિક હપતા) ચૂકવવા પડશે અને તે પછી તમારે દર મહિને નિશ્ચિત સંપૂર્ણ હપતો જમા કરવો પડશે. હવે ગ્રાહકો વાહનને ૩૬ મહિના સુધી ફાઇનાન્સ કરાવી શકે છે.

કોરોના કટોકટી દરમિયાન મોટાભાગના લોકો પાસે પૈસાની અછત હોય છે. આવી સ્થિતિમાં, હોન્ડા તમારા માટે સરળ ડાઉન પેમેન્ટનો વિકલ્પ લાવી છે. આમાં, ગ્રાહકો વાહનના ભાવના ૯૫ ટકા સુધીની રકમ ફાઇનાન્સ કરાવી શકે છે. એટલે કે, ગ્રાહકે ડાઉન પેમેન્ટ તરીકે વાહનની કિંમતના માત્ર ૫ ટકા ચુકવવા પડશે.

એસબીઆઇ ક્રેડિટ કાર્ડ ધારકો માટે, કંપનીએ એક કેશબેક ઓફર પણ આપી રહી છે, જે અંતર્ગત ગ્રાહકો ફકત એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી વાહનની સંપૂર્ણ કિંમત ચૂકવી શકે છે. આ ખરીદી પર ગ્રાહકને ૫ ટકા સુધીની કેશબેક પણ મળશે. આ ઓફર્સમાં કંપનીની ફેમસ સ્કૂટર એકિટવા ટૂ શાઇન, એસપી ૧૨૫, લિવો, સીડી ૧૦૧૦ ડ્રીમ અને તાજેતરમાં લોન્ચ થયેલ ગ્રાઝિયા સ્કૂટર શામેલ છે.

(11:18 am IST)