Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજસ્થાન હાઇકોર્ટમાં કાયદાકીય દલીલો પર દેશની નજર : પાયલોટ અને ભાજપાના પગલા ઉપર સૌની નજર

જયપુર, તા. રર : સચિન પાયલોટ ગ્રૃપ દ્વારા થયેલ અરજી પર મુખ્ય ન્યાયાધીશ સામે વકીલોએ દલીલો અને પ્રતિદલીલો રજુ કરી.

જયપુરથી માંડીને દિલ્હી સુધી બધાની નજરો તેના પર હતી. સુનાવણી દરમ્યાન ઘણીવાર વકીલો વચ્ચે ચડસાચડસી થઇ અને એવું પણ બન્યુ કે બન્ને પક્ષોએ એકબીજાની વાતને સંપૂર્ણ પણે નકારી દીધી. જયારે મુખ્ય વકીલે કહ્યું કે પાયલોટ જવાબ રજુ કરે ત્યારે પાયલોટ ગ્રુપના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે તે જવાબ નહીં રજૂ કરે.

મુખ્ય ન્યાયધીશ અને વકીલો વચ્ચે થયેલ સવાલ જવાબ

ચીફ જસ્ટીસ : જો અધ્યક્ષ નોટીસ આપ્યા વિના ફરીયાદને ફગાવી દે તો કારણોનો ઉલ્લેખ કરવો પડે ?

સિંધવી :  હા, પણ નોટીસ આપવા માટે કારણોનો ઉલ્લેખ જરૂરી નથી.

ચીફ જસ્ટીસ : જો બહારની કોઇ વ્યકિતએ ફરીયાદ કરી હોય તો અધ્યક્ષે નોટીસ બહાર પાડવી પડે ?

સિંધવી : ના, બિલકુલ નહીં, એ જોવું પડે કે ફરીયાદ દસમી અનુસુચી માટે સંદર્ભિત છે કે નહીં.

ચીફ જસ્ટીસ : શું તમે તેમને કાઢી મુકયા છે ?

કામત : તેમનામાંથી બે ને સસ્પેન્ડ કરાયા છે.

ચીફ જસ્ટીસ : અયોગ્યતાની કાર્યવાહી અને સસ્પેન્શન કેવી રીતે રોકી શકાય ? કાં તો તેઓ તમારા પક્ષના સભ્યો છે અથવા તો નથી ?

કામત : તેમણે ઔપચારિક રીતે રાજીનામું આપવું પડે પણ તેમનું આચરણ પક્ષ છોડવા જેવું છે.

ચીફ જસ્ટીસ : તમે કહો છો કે આ સભ્યોએ સ્વેચ્છાએ પક્ષનું સભ્ય છોડી દીધું છે અને તમે તેમની સામે સસ્પેન્શન જાહેર કર્યુ ?

કામત : કામ તે સ્વીકાર કર્યો કે અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરવાથી પક્ષમાં અન્ડશાસનાત્મક કાર્યવાહી નથી થઇ

(12:58 pm IST)