Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ટાટા ટ્રસ્ટનું સુકાન કોઇ પણ સંભાળી શકશે

ટાટા પરિવારનો કોઇ વિશેષાધિકાર નહી : ખુદ રતન ટાટાનો સુપ્રિમ સમક્ષ એકરાર

નવી દિલ્હી તા. ૨૨ : દેશના સૌથી મોટા બિઝનેશ હાઉસમાના એક ટાટા ગ્રુપના ટાટા ટ્રસ્ટ ઉપર ટાટા પરિવારનો કોઇ વિશેષ અધિકાર રહ્યો નથી. આગળ જઇને આ પરિવાર સિવાયની વ્યકિત પણ આ સંસ્થાની કમાન સંભાળી શકશે. તેવી વાત રતન ટાટાએ સુપ્રિમ કોર્ટમાં જણાવી છે.

તેમણે કહેલ કે હાલ આ ટ્રસ્ટનો ચેરમને હું છુ, પરંતુ ભવિષ્યમાં અન્ય કોઇ પણ આ પદ સંભાળી શકશે. એ જરૂરી નથી કે તેમની અટક ટાટા જ હોય. એક વ્યકિતની જિંદગી નિશ્ચિત હોય છે. પણ સંસ્થા તો તેનું કામ કર્યે જાય છે.

આ ટાટા ટ્રસ્ટની રચના ૧૮૯૨ માં  કરવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે ટાટા સમૂહની બધી જ કંપનીઓના પ્રધાન નિવેશક ટાટા સન્સ છે. ટાટા સન્સની ૬૬ ટકા હિસ્સેદારી ટાટા ટ્રસ્ટ પાસે છે. આ ભાગીદારીના ડીવીડન્ડ ટ્રસ્ટ પાસે આવે છે. જેથી પરોપકારના કાર્યો માટે નાણાનો અભાવ ન રહે.

મિસ્ત્રી પરિવારકી કંપની સાયરસ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા દાયર યાચિકાના જવાબમાં રતન ટાટાએ કહ્યુ કે ટાટા ટ્રસ્ટસ અને ટાટા સન્સના ચેરમને પદ પર ટાટા પરિવારનો કોઇ વિશેષ અધિકાર નથી. ટાટા ટ્રસ્ટના મેનેજમેન્ટને પણ ભવિષ્યમાં જરૂરીયાત મુજબ બદલવાની યોજના પર હાલ કામ ચાલી રહ્યુ છે. રતન ટાટાએ સુપ્રિમ કોર્ટમાં એવુ પણ કહ્યુ કે ટાટા સન્સમાં ટાટા પરિવારના સભ્યો ૩ ટકાથી પણ ઓછી હિસ્સેદારી ધરાવે છે. પરિવારના સભ્યોને કોઇ વિશેષ અધિકાર કે ભુમિકા અપાયા નથી. હોલ્ડીંગ કંપનીમાં ગ્રુપ કંપનિઓની કુલ મિલાવીને ૧૩ ટકા હિસ્સેદારી છે અને કોઇ વિશેષ અધિકાર નથી.

(1:01 pm IST)