Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ભાણી માટે અશ્લિલ ટીપણી કરવા ગયેલ પત્રકારની પુત્રીઓની હાજરીમાં માથામાં ગોળી ધરબી ક્રુર હત્યા

ગાઝિયાબાદ, તા.૨૨: યુવતી સાથે છેડતીની ફરિયાદ કરતા બદમાશોએ પત્રકાર વિક્રમ જોશીને માથામાં ગોળી મારી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં વિક્રમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. તેમના ભાઈ અનિકેતના કહેવા મુજબ ડોકટરે તેમને સવારે ચાર વાગ્યે જાણ કરી હતી. જયારે ઘટના બની ત્યારે વિક્રમની પુત્રીઓ પણ ત્યાં જ હાજર હતી.

પત્રકાર ઉપર હુમલો થયા બાદ પીડિત યુવતીએ છેડતીની ઘટના અંગે નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આરોપી તેને રસ્તામાં કેવી રીતે હેરાન કરતો હતો. બીજી તરફ પોલીસે ૧૬મી જુલાઈએ પત્રકારની ભાણી સાથે છેડતી કરવાના કેસમાં કરેલી ફરિયાદ અંગે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે પત્રકાર વિક્રમ જોશી પર હુમલો થયો ત્યારે તેની બંને પુત્રીઓ પણ બાઇક પર સવાર હતા. મોટી પુત્રીના કહેવા મુજબ પિતા બાઇક પર સવાર હતા, જયારે બાઇક રસ્તા પર આવી ત્યારે કેટલાક લોકોએ તેમને દ્યેરી લીધા હતા. જયારે પિતાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પિતાને મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક હુમલાખોરે તેમને ગાડી પાસે લઇ જઇને ગોળી મારી દીધી હતી. આ પછી હુમલાખોરો ભાગી ગયા હતા. આ દ્યટનામાં પરિવાર વતી ૩ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પત્રકાર વિક્રમ જોશીના ભાઈ અનિકેત જોશીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા આરોપી યુવકોએ તેમની ભાણી પર અશ્લીલ ટિપ્પણી કરી હતી, જેને લઈને દ્યર્ષણ પણ થયું હતું. ભાણીની છેડતીની ઘટના સંદર્ભે વિજયનગર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોકત ઘટનાઓમાં આરોપી યુવક સતત ધમકી આપતો હતો. ફરિયાદના ૩ દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે હુમલાખોરો વિક્રમને ઘેરી લીધો હતો અને ગોળી મારી દીધી હતી.

વિજયનગરમાં યુવક વિક્રમ પર ગોળીબાર કરવાની લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એક વ્યકિત બાળકો સાથે રસ્તા પર ચાલતો નજરે પડે છે. ત્યારબાદ અડધો ડઝન યુવકો બાઇક પર આવીને તેને ઘેરી લે છે અને ત્યારબાદ તેમની સાથે મારામારી કરે છે. તે દરમિયાન એક યુવાન પિસ્તોલ કાઢીને તેના માથામાં મારે છે, જે પછી પત્રકાર ઢળી પડે છે. ત્યારબાદ તમામ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ જાય છે.

(2:43 pm IST)