Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રામ મંદિર માટે આંદોલનની શરૂઆત પૂર્વ કોંગી પ્રધાને કરેલ : તોગડિયા

૧૯૮રમાં દાઉ દયાલ ખન્નાએ આંદોલન આરંભેલ, વિહિપ ૧૯૮૪થી સક્રિય થયેલ : શિલાન્યાસ રાજીવ ગાંધીના કાર્યકાળમાં થયેલ : સંઘે અડવાણીજીના નેતૃત્વમાં રથયાત્રા યોજવાનો ખોટો નિર્ણય કર્યો ત્યારથી ચળવળને રાજકીય રંગ લાગ્યો : મંદિર નિર્માણ ટ્રસ્ટ કેન્દ્ર સરકારે બનાવેલ છે. સરકારે ઇચ્છે તેને આમંત્રણ મળશે. હું અનેક વખત અયયોધ્યા ગયો છું. મંદિર નિર્માણ માટે વર્ષોથી સંઘષ કરૂ છું. આંતરરષ્ટ્રીય હિન્દુ પરિષદના વડાની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. રર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવીણભાઇ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આંદોલનનો આરંભ

યુપીમાં કોંગ્રેસના નારાયણદત તિવારીની (૧૯૮૬) સરકાર હતી. તે વખતે શિલાન્યાસ બાબતે વિવાદ થતા તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંઘ તાબડતોબ દિલ્હીથી અયોધ્યા આવેલા. ત્યાં બેઠક કરી એવા તારણ પર આવેલા કે જયાં શિલાન્યાસ કરવા દેવાની માંગણી છે તે જગ્યા વિવાદી નથી. ૭ ફુટ લંબાઇ, પહોળાઇ અને ઉંડાઇનો ખાડો કરી તે વખતે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ૬ ડીસેમ્બર ૧૯૯ર ના દિવસે બાબરી ઢાંચાનો ધ્વંશ થયો હતો.

ડો. તોગડીયાએ જણાવેલ કે આંદોલનના પ્રારંભથી ૧૯૮૯ સુધી તે ધાર્મિક આંદોલન હતું. રાજકીય મુદ્ે હતો નહિ. તે વખતે અડવાણીજી કરતા અશોક સિંધલજીનું નામ વધુ જાણીતુ હતુ સંઘે તેમના બદલે અડવાણીજીના નેતૃત્વમાં રથયાત્રા યોજવાનો ખોટો નિર્ણય કર્યો ત્યારથી ધાર્મિક આંદોલન રાજકીય આંદોલન બની ગયું. મેં જે તે વખતે પણ સંઘમાં આ નિર્ણય સામે વાંધો દર્શાવ્યો હતો કેન્દ્ર સરકારે હવે જે ટ્રસ્ટ બનાવ્યું છે તેમાં દેશના બધા રાજયો અને વિવિધ જ્ઞાતિઓને પ્રતિનિધત્વ આપી શકાયુ હોત પણ તેમ કર્યુ નથી. શિલાન્યાસ એક વખત થઇ ગયો છે. હવે માત્ર પૂજન કરીને બાંધકામ શરૂ કરવા પાત્ર છે. મેં મંદિર માટે વર્ષોથી સંઘર્ષ કર્યા છે. મંદિર માટેના અનેક કાર્યક્રમોનું નેતૃત્વ કર્યુ તેનો આનંદ છે. હું અનેક વખત અયોધ્યા ગયો છું. મારે મન અયોધ્યા જવાનું મહત્વ નથી.

શ્રીરામ મંદિર મુદ્દે ભાજપ અને આરએસએસ રાજકારણ રમે છેઃ ડો.પ્રવિણ તોગડીયા

રાજકોટઃ રામ મંદિર બને તે એક હિંદુ તરીકે ગર્વની બાબત પણ બીજેપી અને આરએસએસ હજી રાજકારણ કરી રહયા છે તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના ડો.  પ્રવિણ તોગડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે.

(2:48 pm IST)