Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

વેકસીન મળે તો પણ 'કોરોના પ્રૂફ' થતા ર વર્ષ લાગશે

જો ડિસેમ્બરમાં વેકસીન મળી જાય તો પણ ભારતની ૬૦થી ૭૦ ટકા વસ્તીના રસીકરણ માટે ર વર્ષ લાગી જશે : દેશે ટીબી વગેરે રોગની જેમ કોરોના સાથે જીવવાની ટેવ પાડવી પડશેઃ આખા દેશને રસી આપવી એ મોટો પડકાર

નવી દિલ્હી તા. રર :.. ભારત-ઓકસફર્ડ યુનિ.ના કોરોના વેકસીનના ત્રીજા ચરણના ટ્રાયલની તૈયારીમાં છે. દેશમાં જે ઝડપથી કોરોના મહામારી ફેલાઇ રહી છે. તેને જોતા દુનિયાના તમામ દેશોની જેમ ભારતમાં પણ વેકસીન પર ઝડપથી કામ થઇ રહયું છે જો કે દેશના મેડીકલ નિષ્ણાતોની વાત માનીએ તો જો વેકસીન જલ્દી બની જાય તો પણ ભારતની ૬૦ થી ૭૦ ટકા વસ્તીને રસીકરણમાં ઓછામાં ઓછા ર વર્ષ લાગી જશે. 'હર્ડ ઇમ્યુનીટી' સુનિશ્ચીત કરવા માટે ઓછામાં ઓછા ૬૦ થી ૭૦ ટકા વસ્તીમાં રોગ પ્રતિરોધકતા જરૂરી છે.

મેકસ હેલ્થકેરના ડો. સંદિપ  બુધ્ધિરાજાના કહેવા મુજબ જો માનક પ્રોટોકોલ્સના હિસાબથી ચાલીએ તો હર્ડ ઇમ્યુનીટી માટે આપણા ૬૦ થી ૭૦ ટકા વસ્તીના રસીકરણની જરૂર પડશે. જો ડીસેમ્બરમાં કોરોનાની રસી મળી જાય તો ભારતની ૬૦ ટકા વસ્તીના રસીકરણમાં દોઢ થી બે વર્ષ લાગશે. ડોકટરના કહેવા મુજબ દેશે વાયરસ સાથે એવી રીતે જીવવું પડશે જેવી રીતે ટીબી જેવી બિમારી સાથે જીવવું પડે છે. મેડીકલ નિષ્ણાતોના કહેવા મુજબ ભારતમાં યુનિવર્સલ  રસીકરણ એટલે કે બધાને રસી આપવી અઘરી છે. સરકારી રીપોર્ટ મુજબ બધા પ્રયાસો છતાં ર વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં અનિવાર્ય ઇમ્યુનીટી માટે એ ગ્રુપમાં ૬૦ ટકાથી વધુને વેકસીન દેવું પડે.

એક જ વેકસીન બધા પર કારગર રહેશે તે પણ એક શંકા છે બધાની ઇમ્યુનીટી અલગ અલગ હોય છે.

વેકસીન બધા માટે ઉપલબ્ધ થશે તેને લઇને પણ નિષ્ણાતોમાં સંદેહ છે. કોરોનાના ૬ સ્ટ્રેન છે. અને વેકસીન એક વખતમાં માત્ર એક જ સ્ટ્રેન વિરૂધ્ધ કામ કરશે. અન્ય સ્ટ્રેનમાં ઉપયોગ માટે વેકસીનમાં બદલાવની જરૂર પડશે.

(4:40 pm IST)