Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

૩૦ દિવસમાં દૂર થશે કરદાતાની ફરિયાદોઃ CBDTએ આપ્યો આદેશ

કરદાતાની સાથે કોઈપણ સંપર્ક અને સંદેશાનું આદાન-પ્રદાન માત્ર ઈ-મેલ દ્વારા કરો

નવી દિલ્હી, તા.૨૨: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી)ને આવકવેરા અધિકારીઓને બાકી ટેકસ વસૂલી પર ભાર આપવાનું કહ્યું છે. આ સાથે કરદાતાની સમસ્યાને ૩૦ દિવસની અંદર ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે.

સીબીડીટી તરફથી આવકવેરા અધિકારીઓને તે પણ કહેવામાં આવ્યું છે કે, કરદાતાની સાથે માત્ર ઈ-મેલ દ્વારા સંપર્ક કરો. સીબીડીટીના ચેરમેન પી.સી. મોદીએ ફરિયદ નિવારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનું કહ્યું અને તેની ખાતરી કરવાનું કહ્યું કે, ફરિયાદનો ઉકેલ ૩૦ દિવસની અંદર કરી દેવામાં આવે.

આ સિવાય સીબીડીટીના ચેરમેને આચાર્ય ચીફ કમિશનરોને તે પણ કહ્યું છે કે, તેઓ તે મામલાની ઓળખ કરે જેમાં વિભિન્ન ટ્રિબ્યુનલ્સ, કોર્ટમાં અપીલોનો નિર્ણય આવકવેરા વિભાગના પક્ષમાં આવ્યો હોય. તો આવકવેરા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કરદાતાની સાથે કોઈપણ સંપર્ક અને સંદેશાનું આદાન-પ્રદાન માત્ર ઈ-મેલ દ્વારા કરો. આવા મામલામાં જયાં વ્યકિતગત હાજરી જરૂરી હોય તો તેવા મામલામાં ઇન્કમટેકસના પ્રિન્સિપલ કમિશનરની મંજૂરી લેવામાં આવે.

આ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) અને કેન્દ્રિય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી)એ આપસમાં આંકડાના સહજ આદાન પ્રદાનને લઈને એક સહમતિ પત્ર (એમઓયૂ) પર સહી કરી છે. આ બંન્ને સંગનઠ પહેલાથી જ વિભિન્ન હાલની વ્યવસ્થાઓના માધ્યમથી આપસમાં સહયોગ કરી રહ્યાં છે.

એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પહેલ માટે એક 'એક આંકડા આદાન-પ્રદાન સંચાલન સમૂહ'ની પણ રચના કરવામાં આવી છે. સમૂહ આંકડા આદાન-પ્રદાનની સ્થિતિની સમીક્ષા કરવા તથા આંકડા શેર કરવાની વ્યવસ્થાને પ્રભાવી અને સારી બનાવવા માટ સમય-સમય પર બેઠક કરશે.

આ સમજુતી વર્ષ ૨૦૧૫માં સીબીડીટી અને તે સમયે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી) વચ્ચે થયેલા એમઓયૂનું સ્થાન લેશે.

(4:44 pm IST)