Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ગેહલોટના ૧૦૯ ધારાસભ્યો ૧૧ દિ'થી ફાઇવસ્ટાર હોટલમાં: ૧ર૦ રૂમ બુકઃ રોજનો ખર્ચ ૧ર લાખ રૂપિયા

૧૦ દિવસમાં ૧.ર૦ કરોડનું આંધણઃ ચાર્ટર પ્લેન માટે કલાકના ૩૮પપ ખર્ચાય છે : પાયલટના ધારાસભ્યો જયાં રહે છે તે હોટલનું ૧૧ દિ'નું બિલ રપલાખ

જયપુર તા.રર : રાજસ્થાનમાં સતત વધતા કોરોના દર્દીઓ વચ્ચે રાજકીય કોરોન્ટાઇન ૧૪ દિવસનો સમયગાળો ર૪ જુલાઇએ પૂર્ણ થશે જો કે હાઇકોર્ટે તે જ તારીખ સુધી તેમનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે એવામાં કોંગ્રેસ સરકારના બંને જુથ હોટલમાંથી રાજકીય તેમજ સંગઠન ચાલી રહ્યું છે. છેલ્લા ૧૧ દિવસોથી હોટલમાંથી જ સારી ગતિવિધીઓ સંચાલિત થઇ રહ્યું છે ત્યાં સુધી કે વિધાયક દળની બેઠકથી માંડીને મંત્રીઓના ઓફીસના કામ પણ તાડાબંધી વચ્ચે જ નીપટાવામાંં આવી રહ્યા છે. સચિન પાયલટ જુથ માનેસરની પાંચ સિહારા હોટલમાં છે. અને બહાર હરિયાણા પોલીસનો પહેરો છે.

બીજી બાજુ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પક્ષમાં દિલ્હી રોડ પર આવેલ ફેવરમેન્ટ હોટલમાં મંત્રી, વિધાયક તેમજ કેન્દ્રીય સંગઠનના પદાધિકારી છે.  સવારે યોગાથી સરકાર જાગે અને રાતે મનોરંજન માટે વિધાયકો ને ફિલ્મ દેખાડવામાં આવે છે.બ્રેકફાસ્ટ, લંચ, ટી અને ડીનર બધુજ હોટલમાં થઇ રહ્યું છે.

હોટલ ફેરમોન્ટના વિધાયકોને રેવા પર ૧ર લાખનો રોજનો ખર્ચ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ૧ર૦, રૂમ બુક કરાવ્યા છે. વિધાયક ૧૦૯ ગણાવાય રહ્યા છે.  અંદાજે ૧૦ હજાર એક રૂમનો ખર્ચ છે, જેમાં સવારની ચા, લીંબુપાણીથી સવારની શરૂઆત થાય છે. ત્યારબાદ  દિવસની શરૂઆત થાય છે.

બીજીબાજુ પાયલટ તેમા સમર્થકો સાથે જે હોટેલમાં રોકાયા છે. તેનો રોજનો ખર્ચ અઢી લાખ રૂપિયા છે રર રૂમ બુક કરવામાં આવ્યા છે. રોજ ૧ર હજાર ખર્ચાય રહ્યા છે.

બીજીબાજુ કોંગ્રેસ  નેતાઓની મુવમેન્ટ ચાર્ટર પ્લેટ દ્વારા થઇ રહ્યું છે એક ચાર્ટર વિમાન ભાડા પર લેવાતો ખર્ચ ત્રણ લાખ પ્રતિ કલાકનો હોય છે.

(4:44 pm IST)