Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

અફઘાની મહિલાએ તેના માતા-પિતાની હત્‍યા બાદ 2 આતંકવાદીઓને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધાઃ એકે-47માંથી ફાયરીંગ કરતા અનેકને ઇજા

અફઘાની મહિલાએ તેના માતા-પિતાની હત્યા બાદ બે આંતકવાદીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. મહિલાના માતા-પિતા સરકારના સમર્થક હતા. જેના કારણે કેટલાક આંતકવાદીઓ તેણીના માતા-પિતાને ઘરની બહાર લાવી તેમની હત્યા કરી હતી. આ માહિતી સ્થાનિક પોલીસે સોમવારના રોજ આપી હતી.

સ્થાનિક પોલીસના પ્રમુખ હબીબુરહમાન મલેકઝાદાએ જણાવ્યું છે કે, આ ઘટના ગત અઢવાડિયા પહેલા ઘોર પ્રાંતમાં થઈ હતી. આંતકવાદીઓએ પ્રાંતના એક ગામમાં આવેલા કમર ગુલના ઘર પર હલ્લાબોલ કર્યો હતો અને તેના પિતાને શોધી રહ્યા હતા જે ગામના પ્રધાન હતા.

મલેકઝાદાએ જણાવ્યું છે કે, જયારે કમર ગુલની માતાએ તેમનો વિરોધ કર્યો હતો ત્યારે તેઓએ તેમને ઘરની બહાર ઢસડી લાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે, કમરગુલ જે ઘરમાં હતી તેણે AK-47થી બે આંતકવાદીઓને ગોળા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બીજા અન્ય લોકો આ બનાવમાં ઘાયલ પણ થયા હતા.

નેબાદમાં આતંકવાદીઓએ હુમલો કર્યો

કેટલાક અધિકારીઓએ જણાવ્યું છે કે, ગુલની ઉંમર 14 થી 16 વર્ષની વચ્ચે છે. અફઘાન લોકો માટે તેની ચોક્કસ ઉંમર ન જાણવી તે સામાન્ય છે. પાછળથી બીજા ઘણા તાલિબાન આતંકવાદીઓ તેના ઘરે હુમલો કરવા આવ્યા હતા, પરંતુ કેટલાક ગામલોકો અને સરકાર તરફી લશ્કરોએ તેને હાંકી કાઢયો હતો. પ્રાંત રાજ્યપાલના પ્રવક્તા મોહમ્મદ આરીફ અબારે કહ્યું કે, અફઘાન સુરક્ષા દળોએ ગુલ અને તેના નાના ભાઈને સલામત સ્થળે ખસેડ્યા છે.

સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

આ ઘટના બાદ સોશ્યલ મીડિયા પર લોકોએ ગુલની ખૂબ પ્રશંસા કરી અને તેને હીરો બનાવ્યો. ગુલનો હેડસ્કાર્ફ પહેરેલો અને હાથમાં મશીનગન પકડતી તસવીર છેલ્લા કેટલાક દિવસોમાં એકદમ વાયરલ થઈ છે. એક ફેસબુક યુઝર નજીબા રહેમીએ લખ્યું તેની હિંમતને સલામ! શાબ્બાશ અને બીજા યુઝરે લખ્યું પાવર ઓફ અફઘાન છોકરી.

શાંતિ મંત્રણા માટે સહમત થયા પછી પણ હુમલો

તાલિબાનના આતંકવાદીઓ હંમેશાં સરકાર અથવા સુરક્ષા દળોને જાણ કરવાની શંકાના આધારે ગામલોકોને મારી નાખે છે. તાજેતરમાં સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવાની સંમતી હોવા છતાં આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યા છે.

(5:29 pm IST)