Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કાશ્મીરમાં ૬ દિવસ માટે લોકડાઉનનો અમલ શરૂ

કોવિડ-૧૯ના ૫૦૨ નવા કેસો

નવીદિલ્હી, તા. ૧૯ : જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખીણ વિસ્તારમાં કોરોનાના સંક્રમણ પર કાબુ મેળવવા માટે ૬ દિવસ માટે લોકડાઉનનો અમલ કર્યો છે. લોકડાઉનનો અમલ બુધવાર સાંજથી કરી દેવાયો છે. જેમાં રાજ્યના બાંદીપોરા જિલ્લાની બાદ કરતા સમગ્ર કાશ્મીર ખીણનો સમાવેશ કરાયો છે. છ દિવસ બાદ સ્થિતિને સમીક્ષા કરવામાં આવશે. કાશ્મીર ખીણ વિસ્તારમાંથી બુધવારે એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૫૦૨ નવા કેસો નોંધાયા છે.

(9:41 pm IST)