Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

હું ટ્રમ્પ નથી, નજર સામે પીડા જોઈ શકતો નથી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો બળાપો :

નવી દિલ્હી, તા. ૨૨ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામના માટે એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કર્યો છે. પાર્ટીના સાંસદ અને પ્રવક્તાની સાથે રેકોર્ડ કરવામાં આવેલા આ ઈન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું કે, હું ડોનાલ્ડ ટ્રમ્પ નથી. હું મારી આંખોની સામે લોકોને પીડિતા જોઈ શકતો નથી. સોશિયલ મીડિયા પર આ ઈન્ટરવ્યૂનો ટિઝર જાહેર કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, લોકડાઉન હાલ લાગુ છે.

          અમે પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપી રહ્યા છીએ. યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરિક્ષાઓ અંગે તેમણે જણાવ્યું કે હાલ પરીક્ષા લઈ શકાય તેવી સ્થિતિ નથી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યટન, પર્યાવરણ અને પ્રોટોકોલ મંત્રી આદિત્ય ઠાકરેએ અંતિમ વર્ષની કોલેજની પરીક્ષા આયોજીત કરનાવા યુજીસીની નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી છે. ઈન્ટરવ્યૂમાં ઉદ્ધવ જણાવે છે કે તેઓવિદ્યાર્થીઓને કોરોના વાયરસના સંપર્કમાં લાવવાનો જોખમ લઈ શકતા નથી. સીએમ વધુમાં જણાવે છે કે જો તેઓ કોઈપણ વસ્તુ વિશે મક્કમ છે તો પછી તે મામલે ટિકાઓ પર ધ્યાન આપતા નથી.

(9:51 pm IST)