Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કમલા હેરિસ અમેરિકાના ' શાનદાર ' વાઇસ પ્રેસિડન્ટ પુરવાર થશે : તેઓ એટર્ની હોવાના નાતે પ્રજાને સતત ન્યાય અપાવવા કાર્યરત રહ્યા છે : હવે કમલા હેરિસના પ્રચારમાં તેના પતિ 55 વર્ષીય ડગલસ ઍમહોફ પણ મેદાનમાં

કેલિફોર્નિયા : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટેના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને તમામ અનુયાયીઓને પ્રચારમાં લાગી જવા અને વધુમાં વધુ મતદાન કરાવવા અપીલ કરી છે.
આ સંજોગોમાં વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સેનેટર તથા એટર્ની 50 વર્ષીય  સુશ્રી કમલા હેરિસના પતિ 55 વર્ષીય ડગલસ ઍમહોફ પણ ચૂંટણી પ્રચારમાં  જોડાઈ ગયા છે.
તેમણે પોતાની પત્નીનો પ્રચાર કરતા જણાવ્યું હતું કે કમલા હેરિસ  એટર્ની હોવાના નાતે પ્રજાને સતત ન્યાય અપાવવા કાર્યરત રહ્યા છે.તથા તેઓ અમેરિકાના ' શાનદાર ' વાઇસ પ્રેસિડન્ટ પુરવાર થશે .
ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા હેરિસન પતિ પણ એટર્ની છે.બંનેના લગ્ન 6 વર્ષ પહેલા થયા છે.

(11:55 am IST)