Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

જો બિડન કોરોના વાઇરસથી પીડિત અમેરિકનોના જખમ રૂઝાવવાનું કામ કરશે : તેમના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ છે : પૂર્વ સર્જન જનરલ ઇન્ડિયન અમેરિકન વિવેક મુર્થી

ન્યુયોર્ક : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનની સરાહના કરતા અમેરિકાના પૂર્વ સર્જન જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી વિવેક મુર્થીએ જણાવ્યું હતું કે તેઓ  કોરોના વાઇરસથી પીડિત અમેરિકનોના જખમ રૂઝાવવાનું કામ કરશે . તેમના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ છે .
ડો.વિવેક મુર્થી 2014 થી 2017 ની સાલ દરમિયાન અમેરિકાના સર્જન જનરલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તથા ડેમોક્રેટિક પાર્ટીના 4 દિવસીય વર્ચ્યુઅલ નેશનલ અધિવેશનમાં તેમણે ઉદબોધન કર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાને એવા પ્રેસિડેન્ટની જરૂર છે જે લોકોને સાથે રાખીને કામ કરે .
ઉલ્લેખનીય છે કે 2014 ની સાલમાં બરાક ઓબામાના શાસનમાં  ડો વિવેક મુર્થીની શપથ વિધિ તત્કાલીન વાઇસ પ્રેસિડન્ટ તથા વર્તમાન પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને કરાવી હતી.

(6:55 pm IST)