Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુશ્રી કમલા હેરિસના જીવન ઉપર આધારિત ફોટાઓ સાથેનું પુસ્તક 25 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થશે : આ અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના જીવન આધારિત પુસ્તક પ્રસિદ્ધ કરાયું હતું : હવે વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર વિષે માહિતી આપતું સચિત્ર પુસ્તક પ્રસિદ્ધ થશે

કેલિફોર્નિયા : ભારતીય મૂળના મહિલા સેનેટર તથા અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી સુશ્રી કમલા હેરિસના જીવન ઉપર આધારિત ફોટાઓ સાથેનું પુસ્તક 25 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થશે . “Kamala Harris: Rooted in Justice,” નામથી પ્રસિદ્ધ થનારા  આ પુસ્તકના લેખક નીકી ગ્રાઈમ્સ છે.જેઓ પ્રાઈઝ વિજેતા લેખક છે.
આ અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ  ઉમેદવાર જો બિડનના જીવન આધારિત પુસ્તક પ્રસિદ્ધ કરાયું હતું .સુશ્રી કમલા હેરિસ વિષે પ્રસિદ્ધ થનારા ફોટાઓ સાથેના પુસ્તકમાં તેમની ન્યાય તથા માનવ અધિકાર માટે લડતની કામગીરીની વાત વણી લેવાઈ છે.તેમજ તેમના માતા સાથેના સંસ્મરણો વણી લેવાયા છે.ઉપરાંત બાળપણમાં ભારતની મુલાકાત તથા તામિલનાડુના વતની તેમના નાના સાથેના સંસ્મરણો ઉપરાંત અમેરિકામાં બજાવેલી એટર્ની તરીકેની કામગીરી સહીત વિસ્તૃત વિગતો ફોટાઓ સાથે દર્શાવાઈ છે.
ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા હેરિસનો જન્મ અમેરિકામાં થયો છે.તેમના માતા ભારતથી તથા પિતા આફ્રિકાથી આવી અમેરિકામાં સ્થાયી થયા હતા.

(7:49 pm IST)