Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ઇન્ડિયન અમેરિકન હોટેલિયર યોગેશ ઈશ્વરભાઈ પટેલની હત્યા : તેમની હોટલમાં ઉતરેલા વ્યક્તિએ જ હત્યા કરી નાખી

ક્લિવલેન્ડ : યુ.એસ.ના ક્લિવલેન્ડ મિસિસિપીમાં હોટલ ધરાવતા ઇન્ડિયન અમેરિકન હોટેલિયર 45 વર્ષીય  યોગેશ ઈશ્વરભાઈ પટેલની 11 ઓગસ્ટના રોજ હત્યા થઇ છે.તેમની હોટલમાં ઉતરેલા વ્યક્તિએ જ હત્યા કરી હોવાનું જાણવા મળે છે.
          પ્રાપ્ત વિગત મુજબ તેમની હોટલમાં ઉતરેલા વિલિયમ્સ નામક વ્યક્તિએ જ 1 લીટર બોટલના ફટકાઓ મારી 11 ઓગસ્ટના રોજ તેમની હત્યા કરી નાખી હતી.આ વ્યક્તિ જે રૂમમાં ઉતર્યો હતો તે રૂમના બારણાને નુકશાન કરી રહ્યો હોવાથી ઈશ્વરભાઈએ તેને હોટલ છોડી જવા જણાવ્યું હતું .તથા તેની જમા પડેલી રકમ પછી આપી દઈ રવાના કરી દીધો હતો.પરંતુ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને ઈશ્વરભાઈ ઉપર બોટલના પ્રહારો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા.
ઈશ્વરભાઈને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા
         તેમના પત્ની સોનલ પટેલ તથા પાર્ટનરે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.જેને 5 લાખ ડોલરના જમીન ઉપર મુક્ત કરાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(8:04 pm IST)