Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોરોનાને લઇને ઓનલાઇન નોમિનેશન તથા ગ્લોઝ પહેરીને વોટીંગ કરવાના નવા નિયમો

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોરોનાને લઇને ઓનલાઇન નોમીનેશન સહિત નવા નિયમો અમલમાં આવ્યાં છે.

 

નવી દિલ્હી: કોરોનાને લઇ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે ઉમેદવારને ઓનલાઇન ફોર્મ ભરવા પડશે, તેમજ એફિડેવિટ પણ ઓનલાઇન કરી ડિપોઝીટ પણ ઓનલાઇન ભરી શકશે.

કોરોનાને કારણે વિશેષ કીટ આપવામાં આવશે. રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં સોશિયિલ ડિસ્ટન્સ જળવાય તે માટે મોટી ઓફિસ રાખવાની સૂચના અપાઇ છે. તેમજ EVM અને વિવિપેડની વ્યવસ્થા મોટા હોલમાં કરવાનો આદેશ અપાયો છે. કોવિડની કામગીરી માટે બેઠક દીઠ હેલ્થના નોડલ ઓફિસરની નિમણૂંક કરવા પણ સૂચના આપવામાં આવી છે.

ડોર ટૂ ડોર પ્રચાર માટે ઉમેદવાર સહિત 5 વ્યક્તિથી વધુ નહીં

ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ડોર ટૂ ડોર કેમ્પેન માટે ઉમેદવાર સહિત 5 વ્યક્તિથી વધુ લોકો જોડાઇ નહીં શકે. જાહેર જગ્યા પર સભા માટેની જગ્યા સુવિધા એપ્લિકેશન દ્વારા આપવામાં આવશે. સભા ભરવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.

ચૂંટણી વિભાગે ચૂંટણી દરમિયાન કોરોના સંકટને ધ્યાનમાં રાખતા સાવચેતી વરતવાની વાત પણ કરી છે. માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે ફેસ માસ્ક, સેનિટાઇઝર, થર્મલ સ્કેનર, ગ્લૉવ્સ, પીપીઈ કિટ્સનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પણ પાલન કરવામાં આવશે.

ગ્લોવ્સ આપવામાં આવશે

કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં રાખતા વોટર રજિસ્ટર અસાઇન કરવા માટે બધા મતદારોને ગ્લૉવ્સ આપવામાં આવશે. મતદારોને ઈવીએમ મશીનમાં વોટિંગ પહેલા ગ્લૉવ્સ આપવામાં આવશે. તે સિવાય મતદારની ઓળખાણ પ્રક્રિયા દરમિયાન મતદારોને આવશ્યકતા પડવા પર ઓળખાણ માટે ફેસ માસ્ક પર હટાવવો પડશે.

(9:27 pm IST)