Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બ્રિટનમાં મહાત્મા ગાંધીના ચશ્મા ૨.૫૫ કરોડ રૂપિયામાં લિલામ થયા

બ્રિસ્ટલ,તા.૨૨ : બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને ૨.૫૫ કરોડ રૂપિયામાં અમેરિકાના એક કલેકટરે ખરીદ્યા હતા. મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરતી એજન્સીનો દાવો છે કે બાપુએ ૧૯૦૦ના દસકામાં આ ચશ્માં એક વ્યકિતને ભેટમાં આપ્યાં હતાં.

કેટલાક જાણકારોનું કહેવું છે કે આ ચશ્માં બાપુને ૧૯૧૦ની આસપાસ તેમના કાકાએ આપ્યાં હતાં. બાપુ એ વખતે દક્ષિણ આફ્રિકામાં કામ કરી રહ્યા હતા. એ ચશ્માંના માલિક બ્રિસ્ટલના મેનગોટ્સફીલ્ડનું કહેવું છે કે આ લિલામીથી મળેલાં નાણાંને તેઓ પોતાની પુત્રીને આપશે.

બાપુના ચશ્માંને લિલામ કરવાવાળી એજન્સીએ જણાવ્યું હતું કે એ ચશ્માં તેમના પોસ્ટબોકસમાંથી મળ્યાં હતાં. તેઓ આ વાતે આશ્ચર્યચકિત છે કે જે ચશ્માં તેમના પોસ્ટબોકસમાં એક કવરની અંદરમાંથી મળ્યાં હતાં. તેની પાછળ એક શાનદાર ઇતિહાસ હોઈ શકે છે. આ ચશ્માં આપનાર શખ્સે કહ્યું હતું કે આ ચશ્માં બહુ કીમતીના હોય તો એને નષ્ટ કરી દેજો, પરંતુ જયારે અમે તેને આ ચશ્માંની કિંમત જણાવી ત્યારે તેને મોટું આશ્ચર્ય થયું. હવે તે લિલામીમાંથી મળનારાં નાણાં પોતાની પુત્રીને સાથે વહેંચશે.

(12:55 pm IST)