Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કમલા હેરિસ ચૂંટાઈ જશે તો અમેરિકામાં ઈતિહાસ રચાશે

અમેરિકાની ચૂંટણીમાં પ્રચાર ચમર સીમાએ : ઔપચારિક રીતે જો બીડેનને રાષ્ટ્રપતિ, ભારતીય મૂળનાં કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કર્યાં

ન્યૂયોર્ક, તા. ૨૧ : અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીએ ઔપચારિક રીતે જો બીડેનને રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળનાં સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કર્યાં છે. બીડનને મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના બીજા દિવસે ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા હતા. પૂર્વ વિદેશમંત્રી અને રિપબ્લિકન કોલિન પોવેલે પણ ૭૭ વર્ષના બીડેનની ઉમેદવારીનું સમર્થન કર્યુંછે.

બીડેને કોરોના વાયરસની મહામારી વચ્ચે ચાર દિવસીય સંમેલનમાં પોતાનું નામ જાહેર કરવાની વાતનો સ્વીકાર કરીને કહ્યું કે, હું તમને ગુરુવારે મળીશ. એ પછી ગુરુવારે ડેમોક્રેટિક પાર્ટીના સંમેલનમાં તેમની અને કમલા હેરિસના નામની જાહેરાત કરવામાં આવી હતી. કમલા હેરિસે પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની દાવેદારીનો સ્વીકાર કરી લીધો છે. આ સાથે જ કમલા હેરિસ પહેલા ભારતીય અમેરિકી અને અશ્વેત મહિલા આ પદન ટિકિટ પામનારાં વ્યક્તિ બની ગયાં છે. જો હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની જશે તો આ સ્થાન પર બિરાજનારાં તે પહેલી મહિલા થશે અને એ સાથે જ તેઓ ભારતીય અમેરિકી અને આફ્રિકી અમેરિકી મહિલા પણ પહેલાં જ હશે. હેરિસે તેમના ભાષણમાં એ મહિલાઓનો આભાર માન્યો હતો જેમણે અમેરિકા માટે લડતા લડતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન હેરિસે તેમની માતાને યાદ કર્યાં હતાં. હેરિસના માતા તામિલનાડુનાં હતાં અને તેમનું લગ્ન જમૈકન સાથે થયું હતું.

(10:25 pm IST)