Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુશાંતના ફોન, કપડાં સહિત તમામ રિપોર્ટ કબજે લેવાયા

સીબીઆઈએ સત્તાવાર રીતે તપાસનો પ્રારંભ કર્યો : સુશાંતસિંહના ઘરના કુકને કસ્ટડીમાં લેવાયો, સીબીઆઈ અધિકારી જે ગેસ્ટ હાઉસમાં છે, ત્યાં પૂછપરછ કરાઈ

નવી દિલ્હી, તા. ૨૧ : સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીબીઆઈએ સત્તાવાર રીતે એક્ટર સુશાંતસિંહના આત્મહત્યાના કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ પોલીસ દ્વારા સીબીઆઈને તમામ દસ્તાવેજોની સોંપણી કરાઈ પછી શુક્રવારથી તપાસનો પ્રારંભ થયો હતો. સીબીઆઈના અધિકારીઓએ સુશાંતના ફોરેન્સિક રિપોર્ટ, ૫૬ લોકોનાં સ્ટેટમેન્ટ, ઘટનાસ્થળની તપાસનું પંચનામું, ઓટોપ્સી રિપોર્ટ, સુશાંતના ત્રણ મોબાઈલફોન, લેપટોપ અને કપડાં મુંબઈ પોલીસ પાસેથી મેળવી લીધાંછે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરવા મુંબઈ પહોંચેલી ઝ્રમ્ૈંએ શુક્રવારે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. તપાસ એજન્સીની એક ટીમે બાંદ્રા ડીસીપી અભિષેક ત્રિમુખેની ઓફિસમાં લગભગ એક કલાક સુધી રોકાઈને ડોક્યુમેન્ટ લીધા હતા. ત્યારપછી ટીમ ત્યાંથી બાંદ્રા પોલીસ સ્ટેશન જવા માટે રવાના થઈ ગઈ છે. આ પહેલાં સીબીઆઈએ સુશાંતના કુક નીરજને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ લીધો હતો. સીબીઆઈ અધિકારી જે ગેસ્ટ હાઉસમાં રોકાયા છે, ત્યાં જ તપાસ એજન્સીની એક ટીમ નીરજ સાથે પૂછપરછ કરી રહી છે. સુશાંતના મૃત્યુ પહેલા નીરજે તેમને જ્યુસ આપ્યો હતો, તેમ સ્ટેટમેન્ટમાં લખાયું છે.

(10:27 pm IST)