Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કેન્‍દ્રીય રમત મંત્રાલયની જાહેરાત મુજબ આ વર્ષે ક્રિકેટ રોહિત શર્મા સહિત પ ખેલાડીઓને ખેલ રત્‍ન એવોર્ડથી સન્‍માનિત કરાશે : ર૭ ખેલાડીઓને અર્જુન એવોર્ડ રાષ્‍ટ્રપતિ ભવનમાં પુરસ્‍કાર વિતરણ થશે નહી

નવી દિલ્હી : કેન્દ્રીય રમત મંત્રાલયની જાહેરાત મુજબ વર્ષે ક્રિકેટર રોહિત શર્મા સહિત ખેલાડીઓને ખેલ રત્ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે. તેમજ અન્ ર૭ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનતિ કરાશે. ખાસ મહત્વની વાત છે કે રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્રકાર વિતરણ થશે નહિ.રોહિત ઉપરાંત રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, પેરા એથ્લીટ મરિયપ્પન થંગવેલુ અને મહિલા હોકી કેપ્ટન રાની રામપાલને ખેલ રત્ન અપાશે જ્યારે ક્રિકેટર ઇશાંત શર્મા સહિત 27 ખેલાડીને અર્જુન એવોર્ડ આપવાનો નિર્ણય લેવાયો છે.

એક મહત્વના નિર્ણયમાં આ વર્ષે કોરોનાના કારણે રમત એવોર્ડસનું વિતરણ કરાશે નહીં. દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં 29 ઓગસ્ટે ખેલાડીઓને એવોર્ડ્સ અર્પણ કરવામાં આવે છે. સચિન, ધોની અને વિરાટ પછી રેહિત શર્મા ખેલરત્ન એવોર્ડ મેળવનારો રોહિત ચોથો કિક્રેટર હશે.

દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકર પ્રથમ ક્રિકેટર છે, જેમને ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યો. 1998માં સચિનને આ એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ 2007માં મહેન્દ્ર સિંહ ધોની અને 2018માં વિરાટ કોહલીને ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. કોહલીને વેઇટલિફ્ટર મારીબાઇ ચાનૂ સાથે સન્માનિત કરાયા હતા. અગાઉ 2016માં બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, જિમનાસ્ટ દીપા કર્માકર, રેસલર સાક્ષી મલિક અને શૂટર જીતૂ રાયને ખેલ રત્ન અર્પણ કરવામાં આવ્યા હતા.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર અમિત પંઘાલની અવગણના કરવામાં આવી છે. અમિતે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે,

માત્ર 10-12 દેશોમાં રમાતા ક્રિકેટ સામે 80થી 100 દેશોથી લડીને દેશ માટે મેડલ જીતનાર ઓલિમ્પિયન્સની હંમેશા અવગણના કરવામા આવે છે. ખેલ રત્ન માટે કોઇ પોઇન્ટ સિસ્ટમ ન હોવાથી ક્રિકેટરને દર વર્ષે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેથી વ્યક્તિગત રમતના ખેલાડીઓની ગણના કરાતી નથી.

અગાઉ અમિતનું નામ બે વાર અર્જુન એવોર્ડ માટે પણ મોકલવામાં આવ્યું હતું. ત્યારે પણ તેને એવોર્ડ મળ્યો નહોતો. જ્યારે આ વખતે અમિતનું નામ ખેલ રત્ન અને તેના કોચ અનિલ ધનવડનું નામ દ્રોણાચાર્ય એવોર્ડ માટે મોકલવામાં આવ્યું હતું. પરંતુ બંનેની અવગણના કરવામાં આવી હતી.

ખેલ રત્ન દેશનો સૌથી મોટો રમત પુરસ્કાર છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે અપાય છે. જે દર વર્ષે અલગ-અલગ રમતોના શ્રેષ્ઠ ખેલાડીને અપાય છે. આ વખતથી તેના માટે અપાતી ઇનામની રકમ પણ 300 ગણી વધારી 25 લાખ રુપિયા કરવામાં આવી છે. પહેલા 7.5 લાખ રુપિયા હતી.

અર્જુન એવોર્ડ મેળવનારા અને મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ એવોર્ડ વિજેતાને 5 લાખને બદલે 15 લાખ રુપિયા અપાશે. જ્યારે દ્રોણાચાર્ય એવોર્ડ જીતનારાને 5 લાખને બદલે 10 લાખ રુપિયા અપાશે.

અર્જુન એવોર્ડ મેળવનારા 27 ખેલાડી

અતનુદાસ( તિરંદાજી), દુતી ચંદ (એથલેટિક્સ), સાત્વિક સાઇરાજ (બેડમિન્ટન), ચિરાટ શેઠ્ઠી ( બેડમિન્ટન), વિશેષ (બાસ્કેટબોલ), સૂબેદાર માનિક કૌશિક ( બોક્સિંગ), લવલીના (બોક્સિંગ), ઇશાંત શર્મા (ક્રિકેટ), દીપ્તિ શર્મા (મહિલા ક્રિકેટ), સાવંત અજય ( ઇક્વિસ્ટ્રીયન), સંદેશ ઝિંગન (ફૂટબોલ), અદિતિ અશોક( ગોલ્ફ), આકાશદીપ સિંહ ( હોકી), દીપિકા (હોકી), દીપક (હોકી), દીપક (કબડ્ડી), સારિકા સુધાકર ( ખો-ખો), દત્તૂ બબન (રોઇંગ), મનુ ભાકર (શૂટિંગ), સૌરભ ચૌધરી (શૂટિંગ), મધુરિકા સુહાસ ( ટેબલ ટેનિસ), દિવિજ સરન (ટેનિસ), શિવા કેશવન (વિન્ટર સ્પોર્ટ્સ), દિવ્યા કાકરન (કેસલિંગ), રાહુલ અવારે( રેસલિંગ), સુયશ નારાયણ જાધવ( પેરા સ્વીમિંગ), સંદીપ (પેરા એથલેટિક્સ), મનીષ નરવાલ (પેરા શૂટિંગ).

દ્રોણાચાર્ય મેળવનારા 8 કોચ

ધર્મેન્દ્ર તિવારી (આર્ચરી), પુરુષોત્તમ રાય ( એથલેટ્કિસ), શિવ સિંહ ( બોક્સિંગ), કૃષ્ણકુમાર હૂડા( કબડ્ડી), રમેશ પઠાનિયા ( હોકી), નરેશકુમાર (ટેનિસ), વિજય ભાલચંદ્ર મુનિવર( પેરા પાવર લિફ્ટિંગ) અને ઓમપ્રકાર દાહિયા (રેસલિંગ).

(12:00 am IST)