Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સમુદ્રમાં બનાવેલી ગુફામાં ચીન પોતાની સબમરીનો સંતાડે છે: સેટેલાઇટે લીધેલ તસવીરમાં વિસ્ફોટ

બિજીંગ: ચીન ચારે તરફ પોતાની તાકાત વધારી રહ્યું છે. એક સેટેલાઇટ તસવીરમાં આ વાત બહાર આવી છે. ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં એક એવી ગુફા બનાવી છે, જેમાં તે સબમરીનને પણ સંતાડી શકે છે. આ ગુફા ચીનના હેનાન ટાપુ પર આવેલા યુલીન નૌસેના મથક પાસે આવેલી છે. એક ઉંચો પર્વત છે, જેની નીચે સમુદ્ર છે. આ જગ્યા પર ચીને ગુફા બનાવી છે જેમાં તે સબમરીનો સંતાડે છે.
અમેરિકી સેટેલાઇટ ઇમેજિંગ કંપની પ્લૈનેટ લેબ્સ દ્વારા જાહેર કરવાનમાં આવેલી તસવીરોમાં ચીનની આ હરકત સામે આવી છે. તસવીરોમાં સાફ દેખાય છે કે એક સબમરીન આ ગુફામાં જઇ રહી છે. તેની આસપાસ બે યુદ્ધજહાજ પણ નજર પડે છે. તસવીરમાં જે દેખાય છે તે સબમરીન 093 પ્રકારની છે. ચીન પાસે પરમાણુ હથિયાર, ટોરપીડો અને મિસાઇલ ધરાવતી અનેક સબમરીન છે.
આ પહેલા પણ ઘણા રક્ષા વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે ચીન પોતાની મિસાઇલ અને અન્ય હથિયારોને ગુફાઓમાં સંતાડીને રાખી છે. જો કે સબમરીન ગુફામાં રાખતા વાની તસવીર પ્રથમ વખત સામે આવી છે. યુલીન નૌસેનાના મથકને હેનાન ટાપુના ક્ષિણ વિસ્તારમાં બનાવ્યું છે. ચીનના આ નૌસેના મથક પર અમેરિકાની પણ નજર .

(9:26 am IST)