Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પરીક્ષા આયોજિત કરવાથી દેશભરમાં યુવાઓ દ્વારા મોટી સંખ્યામાં આત્મહત્યાનું પગલું ભરવામાં આવી શકે છે:સુબ્રમણ્યમ સ્વામી

JEE અને NEETની પરીક્ષાઓની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપના સાંસદ બ્રમણ્ય સ્વામી દ્વારા પીએમ મોદીને આ પરીક્ષાઓને ટાળવાની વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે.
JEE (Main) પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે જ્યારે NEET (UG) પરીક્ષા 3 સપ્ટેમ્બરે યોજાવાની છે. શુક્રવારે આ જાહેરાત રાષ્ટ્રીય પરીક્ષણ જન્સી (NTA) દ્વારા કરવામાં આવી. આ જાહેરાત ત્યારે કરાઈ જ્યારે COVID 9ને ધ્યાનમાં લઈ આ પરીક્ષાઓને ટાળવાની માંગ થઈ રહી છે. ભાજપ સાંસદ
સુબ્રમણ્યમ સ્વામીએ આ બાબતે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર
લખ્યો છે. તેમણે વિનંતીની સાથે ચેતવણી પણ આપી છે કે NEET પરીક્ષાઓ ટાળી
દો અથવા આત્મહત્યા વધવા દો.
ફક્ત NEET નહીં તમામ એન્ટ્રેન્સ પરીક્ષાઓ આ મુદ્દામાં સામેલ: સ્વામી સુબ્રમણ્યમ સ્વામીએ એ પણ સ્પષ્ટ કર્યુ કે હું જ્યારે NEET પરીક્ષાને ળવાની વાત કરી રહ્યું છે ત્યારે મારો અર્થ તેના જેવી તમામ એન્ટ્રેસ પરીક્ષાઓ છે, જેમ કે JEE. પીએમ મોદીને લખેલા પત્રમાં સ્વામીએ લખ્યું કે પરીક્ષા આયોજિત કરવાથી મારા માનવા પ્રમાણે દેશભરમાં યુવાઓ દ્વારા મોટી સંખ્યામાં આત્મહત્યાનું પગલું ભરવામાં આવી શકે છે.
ભાજપ સાંસદે મુંબઈનું એક ઉદાહરણ આપ્યું જેમાં તેમણે દાવો કર્યો કે કોઈ સાર્વજનિક પરિવહન નથી અને લોકોનું અન્ય ક્ષેત્રથી આવવું પડે છે. લગભગ 20થી 30 કિ.મી દૂર સ્વામીએ આગળ એવો તર્ક આપ્યો કે આવું મહામારીને કારણે કેટલાય સ્થળો પર પ્રતબિંધ પણ લાગુ છે. રાજ્યસભા સાંસદને પીએમને પત્ર લખીને કહ્યું કે યુવાઓમાં મોટા પાયે નિરાશા છે. આ પરીક્ષા તેમના માટે મેક કે બ્રેક અફેર જેવું છે અને આ તેમણે ત્યારે જ આપવી જોઈએ જ્યારે તેઓ સંપૂર્ણપણે તૈયાર હોય.

(12:25 am IST)