Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજીવ કુમારની દેશના નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક

31 ઓગસ્ટે તેઓ પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળી લેશે તેમ કાનૂન મંત્રાલએ જાહેર કર્યું

ભૂતપૂર્વ નાણા સચિવ રાજીવ કુમારની દેશના નવા ચૂંટણી કમિશનર તરીકે અશોક લવાસા ની જગ્યાએ વરણી થઇ છે. 31 ઓગસ્ટે તેઓ પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળી લેશે તેમ કાનૂન મંત્રાલએ જાહેર કર્યું છે .

1984 બેચના તેઓ આઇએએસ ઓફિસર છે. રાજીવ કુમારે નાણામંત્રાલયના તેમના કાર્યકાળ દરમિયાન બેન્કિંગ ક્ષેત્રે મોટા સુધારાઓ લાવ્યા હતા અને બ્યૂરોક્રસીમાં પણ મોટા ફેરફારો કર્યા હતા. 

જાહેર ક્ષેત્રની 10 મોટી બેંકોને ચાર બેંકોમાં ભેળવી દેવા પાછળ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી  પ્રધાનમંત્રી જનધન યોજના, મુદ્રા લોન સ્કીમ સહિતની યોજનાઓના અમલમાં તેમનો કેન્દ્રીય ફાળો રહ્યો છે.

(12:28 am IST)