Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આવક્વેરાએ ૨૪ લાખ લોકોને ૨૮૧૮૦ કરોડનું ટેક્સ રિફંડ આપ્યું; તમારું સ્ટેટસ સહેલાયથી ચેક કરી શકો છો

દિલ્હી:ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 24 લાખ કરદાતાઓને 88,652 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે. આમાંથી લાખો લોકોના ખાતામાં અત્યાર સુધી ઇન્કમટેક્સના રિફંડની રકમ પહોંચી ગઈ છે અથવા તે આગામી કેટલાક દિવસોમાં પહોંચી શકે છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈટી રિફંડ મેળવેલા 24 લાખ લોકોમાંથી 23 લાખ પર્સનલ ઇન્કમ ટેક્સ ભરનારા છે, જ્યારે 1.58 લાખ રિફંડ કોર્પોરેટ ટેક્સના છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટ્વીટ કરીને માહિતી આપી છે કે અત્યાર સુધીમાં 24.64 લાખ કરદાતાઓને 88,652 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. રકમ 1 એપ્રિલ, 2020 થી અત્યાર સુધીમાં જારી કરવામાં આવી છે.

સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ દ્વારા 23,05,726 પર્સનલ ટેક્સ પેયર્સને રૂ.28,180 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. સિવાય 1,58,280 કોર્પોરેટ કંપનીઓને 60,472 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. જો કે, હજી ઘણા એવા લોકો છે કે જેઓ આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ, તમે તમારા આવકવેરા રિફંડનું સ્ટેટસ કેવી રીતે ચકાસી શકો છો. જો તમારે ઓનલાઇન તમારા ઇન્કમ ટેક્સના રિફંડનું સ્ટેટસ ચેક કરવા માંગો છો તો તમે https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html લિંક ઉપર ચેક કરી શકો છો.

(12:40 am IST)