Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ડઝનબંધ લોકોની અટકાયત

ભાજપનો નેતા છાપતો'તો NCERTના 'નકલી પુસ્તકો' ૩૫ કરોડનો માલ જપ્ત : મેરઠની છે ઘટના

મેરઠ,તા. ૨૨: NCERTના નકલી પુસ્તકોનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉત્ત્।રપ્રદેશના મેરઠ જિલ્લામાં૩૫ કરોડની કિંમતના પુસ્તકો મળ્યા છે. નકલી પુસ્તકોના કૌભાંડમાં ભાજપ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છેઉત્ત્।ર પ્રદેશના મેરઠ જિલ્લામાં NCERTના નકલી પુસ્તકોનું કૌભાંડ પકડાયું છે.  ભાજપના નેતાએ નકલી પુસ્તકો છપાવ્યા હોવાનો ખુલાસો થતા રાજકારણ ગરમાયું છે.  ભાજપનાં જ પ્રિન્ટિંગ પ્રેસમાં  પુસ્તકો છપાતા હતા.

STF અને પોલીસની સંયુકત કાર્યવાહીથી આ કૌભાંડ પકડાયું છે.  ઉત્ત્।રાખંડ,દિલ્લી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ પુસ્તકોનો સપ્લાય  થતો હતો. યુપીના કેટલાક જિલ્લામાં પણ આ પુસ્તકો મોકલાતા હતા.

જયારે આ પુસ્તકો આર્મી સ્કૂલમાં પહોંચ્યા તો તેમાં શંકા જતા આર્મીએ તપાસ કરાવી હતી. જેમાં આ કૌભાંડ ઝડપાયું છે.  મેરઠના પરતાપુર વિસ્તારમાં  પુસ્તકો છપાતા હતા.  આર્મી ઇન્ટેલિજન્સની કાર્યવાહીમાં સમગ્ર મામલે પર્દાફાશ થયો છે.  આર્મીએ સમગ્ર કૌભાંડની જાણકારી STFને આપી છે.

 STFએ ૩૫ કરોડના પુસ્તકોનો જથ્થો જપ્ત કર્યો છે.  ૨૪થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.  દરોડા દરમિયાન ભાજપ નેતા ઘટના સ્થળેથી રવાના થયો હતો.  જોકે તે ભાજપના નેતા હોવાના કારણે પોલીસે ધરપકડ ન કરી હોવાની માહિતી પણ મળી છે.

(10:01 am IST)