Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પશ્ચિમ બંગાળઃ ટીવી જોવા, કેરમ રમવા, ગીતો સાંભળનારાને સજા કરવાનો ફતવો જાહેર થયો

સ્થાનિકોને ફતવાનું પાલન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે

કોલકાતા, તા.૨૨: કોરોના મહામારી અને લોકડાઉનના લાંબા સમય પછી અનલોક ભારતમાં ફતવા ગેંગ ફરી એકવાર સક્રિય બની છે. તાજેતરનો કેસ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો છે, જયાંથી ફતવો જાહેર કરી ટીવી જોવા, કેરમ રમવા અહીં સુધી કે મોબાઇલ અને કોમ્પ્યુટર પર ગીતો સાંભળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ફરમાન ન માનનારાને આકરી સજા અને દંડ કરવામાં આવશે.

ફતવામાં આ અંગેની બાતમી આપનારાને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અહીંના ગામડાઓમાં ફવાના ફરજીયાત પાલન માટે લોકોને મજબૂર કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે. મુર્શિદાબાદ અને ગામડાઓમાં ફતવા અંગેના કાગળિયા અને પોસ્ટર ફરતા કરવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ ફતવાનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપવાના મૂડમાં નથી જણાતી.ઉલ્લેખનીય છે કે દેશને ત્રિપલ તલાક જેવા ક્રૂરતાભર્યા નિયમથી મુકિત મળી છે, પરંતુ ફતવાઓ જાહેર કરી સમાજના વિકાસશીલ માનસને પ્રતિબંધિત કરવાની પ્રથા આજે પણ ચાલુ છે.

જોકે અત્યાર સુધી દેશભરમાં અનેક મુદ્દાઓ પર ફતવા જાહેર કરાયા છે. જેમાં યુપીનું દારુલ ઉલમ મુસ્લિમ મહિલાઓ સાથે સંકળાયેલી બાબતોના વિરોધમાં ફતવાઓ જાહેર કરી ચૂકયુ છે.

(11:17 am IST)