Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

૩૦ નરાધમોનું કૃત્ય

ઇઝરાયેલમાં ૧૬ વર્ષની યુવતી પર ગેંગરેપ

સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે

નવી દિલ્હી, તા.૨૨: ઇઝરાયેલમાં ૧૬ વર્ષની યુવતી સાથે બળાત્કારનો કેસ નોંધાયા બાદ સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના એલાટનાં રેડ સી રિસોર્ટમાં બની હતી, જયાં ૩૦ લોકોએ ૧૬ વર્ષની એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના અંગેના મીડિયા રિપોર્ટનાં પગલે કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શકો રસ્તા પર ઉતરી આવ્યા. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે આરોપીઓ આ ઘટનાને અંજામ આપવા સગીરાના બેડરૂમની બહાર કતારમાં ઉભા હતા. પોલીસે આ ઘટનાનો વીડિયો વાયરલ કરવા બદલ બે લોકોની ધરપકડ પણ કરી છે.

સગીરાએ જણાવ્યું છે કે આ ઘટના બાદ તેને લોકોનો ઘણો ટેકો મળ્યો, ત્યારબાદ તેણે ગત સપ્તાહે ઇલિયટમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો, પરંતુ આ કેસ પહેલાથી જ ખુલ્લો પડી ગયો હતો. લોકોને આ ઘટનાની માહિતી મળતાં લોકો વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. ગુરુવારે તેલ અવીવ અને જેરૂસલેમના મોટા શહેરોમાં દેખાવો શરૂ થયા.આ ઘટના અંગે ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જિામન નેતન્યાહુએ કહ્યું કે તે ચોંકાવનારી છે. તેના માટે બીજો કોઈ શબ્દ નથી. તેમણે કહ્યું કે આ માત્ર છોકરી વિરૂધ્ધ જ નહીં તે માનવતા સામેનો ગુનો છે, જેની અમે નિંદા કરીએ છીએ. આ ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે.

(11:20 am IST)