Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ર૪ કલાકમાં પ્રથમવાર ૧૦ લાખ સેમ્પલની તપાસ

કોરોના તપાસ મામલે દેશની મહત્વની સફળતાઃ ર૧ દિવસમાં રિકવરી ડબલ

નવી દિલ્હી,: કોરોના તપાસ મામલે દેશના એક મહત્વની ઉપલબ્ધ પ્રાપ્ત કરી લીધી છે. પ્રથમવાર ર૪ કલાકમાં ૧૦ લાખથી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. મંત્રાલયે એ પણ જણાવયું છે કે છેલ્લા ર૧ દિવસોમાં રિકવર થઇ ચુકેલા લોકોની સંખ્યા  બે ગણી થઇ ચુકી છે. દેશમાં ૭૪ ટકાથી વધુ દર્દીઓ કોરોના સંક્રમણથી મુકત થઇ ચુકયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે ટવીટ કર્યુ કે  ટેસ્ટીંગ દ્વારા ઓળખ, પ્રભાવી સારવાર અને નજર હેઠળ હોમ આઇસોલેશન અને ગુણવતાપુર્ણ મેડીકલ કેર અને શ્રેણીબધ્ધ નવા નીતીગત ઉપાયોના કારણે ર૧ દિવસોમાં રિકવરીમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે.

સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે ૧ ઓગષ્ટે દેશમાં કોરોનાને માત આપી ચુકેલા લોકોની કુલ સંખ્યા ૧૦ લાખ ૯૪ હજાર હતી તો ૧૦ ઓગષ્ટે તે સંખ્યા વધીને ૧પ લાખ ૮૩ હજાર થઇ ગઇ છે. જયારે ૨૧ ઓગષ્ટ સુધી ૨૧ લાખ પ૮ હજાર લોકો સંક્રમણને માત આપી ચુકયા છે.

દેશમાં રેકોર્ડ ૬ર,ર૮ર કોરોના સંક્રમીત સ્વસ્થ થયા છે. જેનાથી દેશની રાષ્ટ્રીય કોરોનાનો રીકવરી દર વધીને ૭૪ ટકાને પાર ૭૪.૩૦ ટકા થઇ ગઇ છે. દેશમાં સંક્રમણ મુકત થયેલા વ્યકિતઓની કુલ સંખ્યા વધીને ૨૧ લાખને પાર ૨૧,૫૮,૯૪૬ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં રોગમુકત થયેલા વ્યકિતઓ અને સંક્રમણના સક્યિ કેસની સંખ્યા વચ્ચેનું અંતર વધીને ૧૪,૬૬,૯૧૮ થઇ ગયો છે. દેશના ૩૩ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશમાં કોરોના રિકવરી દર પ૦ ટકાથી વધુ છે.

કોરોનાના સંક્રમણ અંગે જાણવા માટે દેશમાં સતત ટેસ્ટીંગને વધારવામાં આવી રહયા છે. આઇસીએમઆર તરફથી જાહેર  થયેલા આંકડાના જણાવ્યા મુજબ ૨૦ ઓગષ્ટે દેશભરમાં ૮ લાખ પ હજાર નમુનાની તપાસ કરવામાં આવી છે. જયારે હવે પ્રતિદિન૧૦ લાખ ટેસ્ટીંગની ક્ષમતા મેળવી લીધી છે. દેશમાં કોરોના લેબની સંખ્યા વધી ૧૫૦૦થી વધુ થઇ ચુકી છે.

(11:57 am IST)