Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

મધ્‍યપ્રદેશ, ગુજરાત, દક્ષિણ રાજસ્‍થાનમાં ચોમાસુ સક્રીય

દેશભરમાં નોર્મલથી ૭ટકા વધુ વરસાદ નોંધાયોઃ સ્‍કાયમેટ : દેશના બાકીના ભાગોમાં હાલ ભારે વરસાદની સંભાવના નથીઃ ઉત્તર ભારતમાં તા.૨૪- ૨૫ ફરી આગાહીઃ ઉત્તર પ્રદેશમાં પણ આવતીકાલ સુધી વરસાદ ખાબકશે

નવીદિલ્‍હીઃ સિસ્‍ટમ્‍સની અસરના પગલે દેશના મધ્‍યપ્રદેશ, ગુજરાત અને દક્ષિણ રાજસ્‍થાનમાં નેઋત્‍યનું ચોમાસુ સક્રિય છે. દેશભરમાં અત્‍યાર સુધી નોર્મલથી ૭ ટકા વધુ વરસાદ નોંધાયાનું વેધરની ખાનગી સંસ્‍થા સ્‍કાયમેટ દ્વારા જણાવાયું છે.

૧ જુન થી ૨૨ ઓગષ્‍ટ સુધી નેઋત્‍ય ચોમાસાનું પ્રદર્શન ખૂબ જ સારૂ રહ્યું છે. દેશભરમાં નોર્મલથી ૭ટકા વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સૌથી વધુ સામાન્‍યથી ૨૬ ટકા, મધ્‍યભારતમાં ૧૧ ટકા વધુ નોંધાયો છે. ઉત્તર- પમિ ભારતમાં ૧૫ ટકા ઘટ અને પૂર્વોતર ભારતમાં સામાન્‍યથી ૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયેલ જે ઓડીસ્‍સા છતિસગઢમાંથી પસાર થઈ પમિ મધ્‍યપ્રદેશ અને તેને લાગુ ગુજરાત ઉપર છવાયું છે. જેની અસરથી મધ્‍યપ્રદેશમાં મધ્‍યમથી ભારે વરસાદની શકયતા છે.

પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડશે. જયારે સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં પણ અમુક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.

જયારે દક્ષિણ રાજસ્‍થાનમાં પણ ફરીથી મેઘવર્ષા થશે.

ઉત્તર ભારતમાં તા.૨૪,૨૫ વાતાવરણ ચોખ્‍ખુ રહેશે. કેમ કે મોનસૂન ટ્રફ ગુજરાત ઉપર છે. આ ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. ત્‍યારે દિલ્‍હી, એનસીઆર, પંજાબ, હરિયાણામાં તા.૨૪, ૨૫ ફરીથી વરસાદ પડશે.

ઉત્તરપ્રદેશમાં જોરદાર વરસી રહ્યો છે. આજે અને આવતીકાલે પણ વરસાદની સંભાવના છે.

(12:31 pm IST)