Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કાશ્‍મીરમાં આતંકી હુમલા દરમિયાન આતંકીઓ તેમના શરીર ઉપર બોડી કેમેરાથી રેકોર્ડીંગ કરી રહ્યા છે

જમ્‍મુ : સુરેશ ડુગ્‍ગર દ્વારા : કાશ્‍મીરમાં આતંકીઓ હવે હાઈટેક થયા છે. સુરક્ષાદળો ઉપર હુમલો કરતી વેળાએ તેઓ પોતાના શરીર ઉપર કેમેરા બાંધીને હુમલાનું રેકોર્ડીંગ કરે છે જેથી પાછળથી આ વિડીયો નવા જોડાતા આતંકીઓને બતાવીને તેમા જોમ ભરી શકે અને અન્‍ય યુવકોને આતંકવાદ તરફ આકર્ષિત કરી શકે. આતંકી સંગઠનો હવે આતંકી હુમલાના કાવત્રા ઘડતી વખતે આતંકીઓને બોડી કેમેરા પણ આપે છે. એક વિડીયો દ્વારા આ જાણવા મળ્‍યુ છે જેમાં તેમણે કરીરી બારામુલામાં કરેલ હુમલાના કેટલાક ફોટો પણ જાહેર કર્યા છે અને સાથે વિડીયોમાં લખ્‍યુ છે કે જલ્‍દીથી આ હુમલાની વિડીયો જાહેર કરવામાં આવશે. જાણકાર સૂત્રો કહે છે કે હવે જૈશ-એ-મોહમ્‍મદ, લશ્‍કર-એ-તૈયબા અને અલબદલના આતંકીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ તમામને બોડી કેમેરા આપવામાં આવ્‍યા છે. પોલીસે કહ્યુ છે કે આતંકવાદને ભડકાવવાનો આ પ્રયાસ છે પણ અમે કયારેય આતંકવાદીઓને હિરો બનવા દેશુ નહિં. કાશ્‍મીરમાં આતંકવાદ અત્‍યારે મરણપથારીએ છે અને જલ્‍દીથી સંપૂર્ણ ખાત્‍મો બોલી જશે.

(12:51 pm IST)