Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

મહિલાએ લગાવ્યો ૧૩૯ લોકો પર બળાત્કારનો આરોપ

તેના પૂર્વ પતિના કેટલાક પરિવારજનો પણ તેને યૌન ઉત્પીડન કરી

હૈદરાબાદ,તા.૨૨ : તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં મહિલાએ એક સાથે ૧૩૯ લોકો પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે શુક્રવારના જણાવ્યું કે મહિલાની ફરીયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.

પુંજાગુટ્ટા પોલીસ સ્ટેશનના અનુસાર કેસ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલાને મેડિકલ ચેકઅપ  માટે મોકલવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે, લગ્નના એક વર્ષ પછી ૨૦૧૦માં તેના તલાક થયા હતા. તેણે ફરિયાદમાં કહ્યું કે, તેના પૂર્વ પતિના કેટલાક પરિવારજનો પણ તેને યૌન ઉત્પીડન કરી. મહિલાની ફરિયાદ અનુસાર ૧૩૯ લોકોએ વીતી ગયા વર્ષોમાં તેનું જુદી જુદી જગ્યા સ્થાન પર યૌન શૌષણ કર્યું અને ધમકી આપી. તે આરોપીઓના ભયના કારણે પોલીસમાં આટલા સમય સુધી ફરિયાદ નોંધાવી ન હતી.

૨૮ નવેમ્બર ૨૦૧૯ના એક મહિલા ડોકટરની સાથે રેપ કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. જેમાં ૪ આરોપીની ઓળખ થયા બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. ચારેય આરોપી એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

મહિલા સાથે બળાત્કાર પર ભારતીય દંડ સંહિતામાં ૩૭૬ તેમજ ૩૭૫દ્ગના અંતર્ગત સજાની જોગવાઇ છે. કોઇપણ મહિલાની સાથે બળાત્કાર કરવાના આરોપ પર કલમ ૩૭૬ અંતર્ગત કેસ ચલાવવામાં આવે છે. જેમાં આરોપ સિદ્ઘ થવા પર દોષીને ઓછામાં ઓછી ૫ વર્ષ તેમજ વધુમાં વધુ ૧૦ વર્ષની કડક સજા આપવાની જોગવાઇ છે. આ ગુનાને જુદા જુદા હાલાત અને શ્રેણીના હિસાબથી કલમ ૩૭૫, ૩૭૬, ૩૭૬ક, ૩૭૬ખ, ૩૭૬ગ, ૩૭૬ઘ, તરીકે વિભાજિત કરવામાં આવી છે.

(12:53 pm IST)